For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રીડમ-251 ના માસ્ટર માઇન્ડ મોહિત ગોયલની હવે આ આરોપમાં ધરપકડ!

દિલ્હી પોલીસે શનિવારે કહ્યું કે, તેને 2016 ના 200 કરોડ રૂપિયાના ફ્રીડમ 251 સ્માર્ટફોન કૌભાંડમાં કથિત માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ઓક્ટોબર : દિલ્હી પોલીસે શનિવારે કહ્યું કે, તેને 2016 ના 200 કરોડ રૂપિયાના ફ્રીડમ 251 સ્માર્ટફોન કૌભાંડમાં કથિત માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેને રિંગિંગ બેલ્સ કંપનીના સ્થાપક 34 વર્ષીય મોહિત ગોયલ અને તેના બે સહયોગી સુમિત યાદવ અને વિનીત કુમારની સાથે ધરપકડ કરી છે. આ આરોપીઓની મોહિત ગોયલ સબંધીને ફસાવવાનું કાવતરું ઘડવા અને બળાત્કાર પીડિતાને ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

Freedom-251

આરોપી ગોયલના સાઢુ વિકાસ મિત્તલ પર ઓગસ્ટ 2020 માં દ્વારકા સાઉથ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર, ડ્રગ અને ધમકી આપવા બદલ ગુનો નોંધાયો હતો અને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગોયલે મિત્તલને અંગત અને વ્યવસાયિક હરીફ માન્યો હતો અને 2016 માં નોંધાયેલા તમામ કેસમાં મિત્તલની સંડોવણીની શંકા હતી.

જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) આલોક કુમારે જણાવ્યું કે, ગોયલે તેમના અંગત સુરક્ષા અધિકારી (PSO) વિનીત ઉર્ફે શૈંકી અને ભાગીદાર સુમિત યાદવ સાથે મિત્તલને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. સમગ્ર ષડયંત્રનું વર્ણન કરતા આલોક કુમારે કહ્યું કે આ બધાની શરૂઆત 2020 માં મિત્તલ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાયા બાદ થઈ હતી. જ્યારે ગોયલને આ બાબતની જાણ થઈ ત્યારે તેણે મિત્તલ સાથે હિસાબ ચુકતે કરવાનું નક્કી કર્યુ.

પ્રથમ તેણે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મોબાઇલ ફોન અને સિમ કાર્ડની વ્યવસ્થા કરી હતી. જ્યારે ગોયલને ખબર પડી કે જામીન પર બહાર આવેલા મિત્તલ પોતાના પરિવાર સાથે ઉજ્જૈન ગયો છે ત્યારે તેમણે વિનીતને ત્યાં મોકલ્યો. ઉજ્જૈન પહોંચ્યા પછી વિનીતે બળાત્કાર પીડિતાને મિત્તલના અવાજમાં ફોન કરી ધમકાવી અને તેને દિલ્હી એરપોર્ટ પર મળવા કહ્યું. વિનીત એ જ વિમાનમાં દિલ્હી પાછો ફર્યો, જેમાં મિત્તલ અને તેના પરિવારના સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. મિત્તલના દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ મહિલાને ધમકી આપવા બદલ પોલીસે તેની ધરપકડ કરી હતી.

English summary
Mohit Goyal, mastermind of Freedom-251, has now been arrested on this charge!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X