For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશભરમાં ચોમાસાનું આગમન: મુંબઇમાં મુશ્કેલી, દિલ્હીમાં ખુશનુમા વાતાવરણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 16 જૂન: દેશના વિભિન્ન ભાગોમાં મૌસમનો મિજાજ અલગ-અલગ બનેલો છે. મોનસૂનથી કેટલાક પ્રદેશોને રાહત મળી છે તો બીજી તરફ મુંબઇમાં વરસાદના કારણે મુશ્કેલીઓ ઉભી થઇ છે. મુંબઇમાં ગત કેટલાક કલાકોથી સતત વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં તો અનેક જગ્યાએ ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાયા હતા તો ક્યાંક અનેક જગ્યાએ વૃક્ષો તૂટી પડવાની સાથે જ શૉર્ટ-સર્કિટના બનાવો પણ નોંધાયા હતા. મોનોરેલ માટેના ખાડામાં વરસાદના પાણીમાં ૧૬ વર્ષના ટીનેજરનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. કોલાબા વેધશાળાએ આજે પણ સુસવાટાભર્યા પવનો સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

શનિવારે સવારે 8.30થી રાતના 8.30 વાગ્યા સુધીમાં બાર કલાકમાં કોલાબામાં 60.1 મિલીમીટર (સવા બે ઇંચ) અને સાન્તાક્રુઝમાં 44.5 મિલીમીટર (પોણાબે ઇંચ) જેટલો વરસાદ નોંધાયો હતો. ગયા વર્ષે 15 જૂન સુધીમાં કોલાબામાં મોસમનો કુલ 16.1 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. એની સામે આ વર્ષે અત્યાર સુધીમાં કોલાબામાં 399.3 મિલીમીટર જેટલો વરસાદ પડી ચૂક્યો છે. સાંતાક્રુઝમાં ગયા વર્ષે 15 જૂન સુધીમાં 27.5 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. એની સામે ગઈ કાલ સુધીમાં 516.9 મિલીમીટર જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

delhi-rain

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારની સવાર ખુશનુમા રહી હતી. ન્યૂનતમ તાપમાન 23.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે કેટલાક વિસ્તારો વાદળછાયું વાતારણ તથા ગર્જના સાથે વરસાદ વરસશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં ચોમાસા પહેલાં વરસેલા વરસાદમાં શનિવારે સવારે 8.30 વાગ્યાથી રવિવારે સવારે 8.30 વાગ્યા સુધી 6.1 મિલિમીટર વરસાદ નોંધાયો છે. આઇએમડીના અધિકારીના અનુસાર દિવસનું અધિકતમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવું અનુમાન છે.

ઉત્તરપ્રદેશમાં ચોમાસુ નિર્ધારિત સમયે શરૂ થતાં લોકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણથી ચાર દિવસોમાં આખા રાજ્યમાં આગમન થશે. બિહારની સીમાને અડીને આવેલા જિલ્લાઓમાં ઝમાઝમ વરસાદ સાથે ચોમાસાએ શનિવારે આગમન કર્યું હતું. બલિયા, ગાજીપુર, અલ્હાબાદ, વારાણસી, ગોરખપુર જિલ્લામાં ગત કલાકો દરમિયાન મધ્યમ અને જોરદાર વરસાદ નોધાયો છે. વારાણસીમાં સૌથી વધુ 25 મીલીમીટર વરસાદ નોંધાયો છે.

ચોમાસાએ મધ્યપ્રદેશમાં મનમૂકીને આગમન કર્યું છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજધાની ભોપાલમાં 21.9 મીલીમીટર, ઇન્દોરમાં 20, ગ્વાલિયરમાં 6.2 અને જબલપુરમાં 37.2 મીલીમીટર વરસાદ નોંધાયો છે. ચોમાસુ સક્રિય બનતાં ગરમી પર પૂર્ણવિરામ લાગી ગયું છે અને લોકો રાહત અનુભવી રહ્યાં છે.

English summary
Parts of north India, including Delhi, received heavy showers on Saturday as the southwest monsoon advanced further into central and northern India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X