For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી મોન્સૂન સત્ર શરુ, જોરદાર હંગામો થવાની શક્યતા

સંસદમાં આજે મોન્સૂન સત્ર શરુ થવા જઈ રહ્યું છે તેવામાં વિપક્ષ આ સત્ર દરમિયાન સરકારને અલગ અલગ મુદ્દાઓ પર ઘેરવા માટે તૈયારી કરી રહ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સંસદમાં આજે મોન્સૂન સત્ર શરુ થવા જઈ રહ્યું છે તેવામાં વિપક્ષ આ સત્ર દરમિયાન સરકારને અલગ અલગ મુદ્દાઓ પર ઘેરવા માટે તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ અને બધા જ વિપક્ષી દળો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપશે. મળતી જાણકારી અનુસાર ભાજપના ઉપલા વર્ગના નેતાઓ પોતાના સાંસદોને આવનારા ઈલેક્શનમાં ટિકિટ આપવાથી ઇન્કાર કરી શકે છે. તેવી પરિસ્થિતિમાં વિપક્ષ ભાજપના સાંસદોને પોતાની તરફ કરીને સરકારની મુશ્કેલી વધારી શકે છે.

સુમિત્રા મહાજન પર રહેશે નજર

સુમિત્રા મહાજન પર રહેશે નજર

આજે બધાની નજર લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન પર રહેશે કે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ મંજુર કરે છે કે નહીં આ પહેલા તેમને વાયએસઆર કોંગ્રેસનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો ના હતો જેના કારણે તેમની ઘણી આલોચના પણ કરવામાં આવી હતી. પરંતુ તેની પાછળ તેમને દલીલ કરી હતી કે તેમનો પ્રસ્તાવ સદનમાં એટલા માટે સ્વીકાર નહીં કરવામાં આવે કારણકે હમણાં સદનની કાર્યવાહી નથી ચાલી રહી.

મજબૂત સ્થિતિમાં ભાજપ

મજબૂત સ્થિતિમાં ભાજપ

છેલ્લા કેટલાક સમયમાં ભાજપને ઉપ ચુનાવમાં હારનો સામનો કરવો પડ્યો છે જેના કારણે પાર્ટીની તાકાત ઘટી છે. પરંતુ તેમ છતાં હજુ પણ ભાજપ પાસે 273 સાંસદ છે. એટલા માટે હજુ પણ ભાજપ સંસદમાં બહુમતમાં છે તેની સાથે સાથે ભાજપ પાસે ઘણા સહયોગી દળોનું સમર્થન પણ છે, જેને કારણે પાર્ટીને કઈ ખાસ મુશ્કેલી નહીં આવે .

બંને સદનમાં કોંગ્રેસનો હલ્લાબોલ

બંને સદનમાં કોંગ્રેસનો હલ્લાબોલ

રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને લોકસભામાં સદનના નેતા મલ્લિકાર્જુન ખડગે ઘ્વારા એલાન કરવામાં આવ્યું છે કે તેમની પાસે 15 દળોનું સમર્થન છે જેમને અવિશ્વાસ પ્રસ્તાવ માટે સમર્થન કર્યું છે. તેમને જણવ્યું કે સત્તાધારી પાર્ટી સદનની કાર્યવાહી ચલાવવા માટે ઈચ્છા નથી દાખવી રહ્યા કારણકે તેમની પાસે અમારા સવાલોનો જવાબ નથી.

English summary
Monsoon session to begin today opposition all set to bring no confidance motion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X