મોન્સુન અપડેટઃ આસામ, મેઘાલયમાં અતિ ભારે વરસાદની ચેતવણી
કર્ણાટક કેરળ દરિયાકિનારે, મહારાષ્ટ્ર ગુજરાત દરિયાકિનારે, તમિલનાડુ દરિયાકિનારે, લક્ષદ્વીપ દરિયાકિનારે, ઓડિશા પશ્ચિમ બંગાળ દરિયાકિનારે અને અંદમાન નિકોબાર ટાપુઓ પર દરિયાની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ થવાની સં
નબળા ચોમાસાને કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હાલમાં સ્થિર છે. નોર્ધન લિમિટ ઓફ મોન્સુન (NLM) થાણે (મુંબઈ સહિત), અહેમદનગર, બુલધાના, ગોંડિયા, તિતલાગઢ, કટક, મિદનાપોર, ગોલપરા અને બાઘદોદરામાંથી પસાર થવાનું યથાવત છે. જો કે મોન્સુન કરન્ટ નબળો પડતા NLM આગળ વધવાની સંભાવના નથી.

ભારતીય હવામાન વિભાગના સમાચારમાં બુધવારે આગાહી કરવામાં આવી છે કે નોર્ધન લિમિટ ઓફ મોન્સુન (NLM) થાણે (મુંબઈ સહિત), અહેમદનગર, બુલધાના, ગોંડિયા, તિતલાગઢ, કટક, મદનાપોર, ગોલપરા અને બાઘદોદરામાં પસાર થવાનું યથાવત છે. મોન્સુન સર્ક્યુલેશન પેટર્ન નબળી પડતા આવતા એક સપ્તાહ સુધી ચોમાસાની કોઈ સ્થિતિ સર્જાશે નહિ.

ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આ ચોમાસામાં વરસાદની વહેંચણી આસામ અને મેઘાલયના દૂરના ભાગોમાં 'ભારેથી અતિ ભારે વરસાદ', કેરળ અને કોસ્ટલ કર્ણાટકના દૂરના ભાગોમાં 'અતિ ભારે વરસાદ' તેમજ સબ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ તેમજ દક્ષિણ અંતરિયાળ કર્ણાટકમાં 'ભારેથી અતિ ભારે વરસાદ' તેમજ અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને તમિલનાડુના દૂરના ભાગોમાં 'ભારે વરસાદ' પડવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ જમ્મુ કાશ્મીરના દૂરના ભાગો, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, અતંરિયાળ તમિલનાડુ, પૂર્વ ઉત્તરપ્રદેશ અને બિહારમાં પવન અને વીજળી સાથે વાવાઝોડાની સંભાવના છે.

વધુમાં તેમાં ઉમેરવામાં આવ્યુ છે કે, "કર્ણાટક કેરળ દરિયાકિનારે, મહારાષ્ટ્ર ગુજરાત દરિયાકિનારે, તમિલનાડુ દરિયાકિનારે, લક્ષદ્વીપ દરિયાકિનારે, ઓડિશા પશ્ચિમ બંગાળ દરિયાકિનારે અને અંદમાન નિકોબાર ટાપુઓ પર દરિયાની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ થવાની સંભાવના છે. માછીમારોને આ વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે."
કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તરપૂર્વને ચોમાસાએ ઘમરોળી દીધુ છે અને હવે તે મહારાષ્ટ્રથી ઉત્તર તરફ આગળ વધશે.












Click it and Unblock the Notifications
