મોન્સુન અપડેટઃ મુંબઈમાં વરસાદથી રાહત, 28-30 જૂન દરમિયાન દિલ્હીમાં વરસાદની સંભાવના
24-25 જૂન દરમિયાન મુંબઈમાં ભારે વરસાદ પડયા બાદ આજે પરિસ્થિત મધ્યમ આગાહી સાથે વધુ સારી થવાની સંભાવના છે.
24-25 જૂન દરમિયાન મુંબઈમાં ભારે વરસાદ પડયા બાદ આજે પરિસ્થિત મધ્યમ આગાહી સાથે વધુ સારી થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર કોંકણ અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે તેમજ બીજા અલગ-અલગ સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
આ તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 28-30 જૂન દરમિયાન દિલ્હી સુધી પહોંચશે. પ્રી-મોન્સુનની એક્ટિવિટી પહેલેથી જ ઉત્તરપશ્ચિમ ભારતમા સક્રિય છે તેમ ભારતીય હવામાન વિભાગના તાજેતરના અપડેટમાં જણાવવામાં આવ્યુ છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઓડિશાના અમુક વધુ ભાગો, પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહાર તેમજ ઝારખંડના મોટાભાગના ભાગોમાં વધુ આગળ વધે તેવી સંભાવના છે. વળી, ઉત્તર અરબ સાગર, ગુજરાત, મહારાષ્ટ્રના બાકીના ભાગો, મધ્યપ્રદેશના અમુક વધુ ભાગો, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારના બાકીના ભાગો, ઉત્તરપ્રદેશ, ઉતરાખંડના અમુક ભાગો, દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં આવતા 48 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વધુ આગળ વધે તેવી પરિસ્થિતિ અનુકૂળ બની છે તેમ ભારતીય હવામાન વિભાગમી હવામાન અપડેટમાં જણાવવામાં આવ્યુ છે.
28-30 જૂન દરમિયાન દિલ્હી સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમનની સંભાવના છે તેમ તેમાં ઉમેરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે મોન્સુન એક્ટિવિટી ફરીથી સક્રિય થતા અરબ સાગરમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. મંગળવારે મુંબઈના વરસાદથી થોડી રાહત મળી હતી તેમછતા છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદને કારણે મૃત્યુઆંક 7 સુધી પહોંચી ગયો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવા છતાં સોમવાર કરતા પરિસ્થિતિ થોડી સારી છે. રવિવારે સાંજથી સોમવારે સાંજ સુધીમાં મુંબઈમાં 231.4 મીમી વરસાદ નોંધાયો છે.

તેવો ડર પણ હતો કે જો ભારે વરસાદ ચાલુ રહેશે તો મંગળવારે સવારે 11.16 કલાકે આવેલ હાઈ ટાઈડને કારણે પરિસ્થિતિ વધુ બગડી શકે છે. પરંતુ વરસાદ હળવો થતાં હાઈ ટાઈડની અસર શહેરમાં વધુ ન જણાતા શહેરમાં સામાન્ય જનજીવન ફરીથી કાર્યરત બનવાનું શક્ય બન્યુ હતુ.












Click it and Unblock the Notifications
