For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 ઓક્ટોબરથી ચોમાસું પરત ફરશે, 'શાહીન' મુદ્દે મોટી આગાહી!

દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ચક્રવાત શાહીને પણ હવામાનશાસ્ત્રીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે, IMD ના લેટેસ્ટ અપડેટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં 6 ઓક્ટોબરથી ચોમાસું પ્રસ્થાન કરી શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર : દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ચક્રવાત શાહીને પણ હવામાનશાસ્ત્રીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે, IMD ના લેટેસ્ટ અપડેટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં 6 ઓક્ટોબરથી ચોમાસું પ્રસ્થાન કરી શકે છે. ભારતીય હવામાન વિભાગે ટ્વિટ કર્યું કે ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાંથી 6 ઓક્ટોબર 2021 ની આસપાસ દક્ષિણ-પશ્ચિમ મોનસુન પરત ફરવાનું શરૂ થવાની સંભાવના છે.

દક્ષિણ પશ્ચિમનું ચોમાસું પરત ક્યારે ફરશે?

દક્ષિણ પશ્ચિમનું ચોમાસું પરત ક્યારે ફરશે?

તમને જણાવી દઈએ કે, વરસાદ ભારતના ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને તેની ખેતી ચોમાસા પર આધારિત છે.

દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું

દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું

સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું 1 જૂન આસપાસ કેરળ પહોંચે છે અને ઉત્તર-પશ્ચિમ રાજ્ય રાજસ્થાનથી સપ્ટેમ્બરના મધ્યમાં પાછું ફરે છે. પરંતુ આ વખતે એવું થયું નથી, આ વખતે ચોમાસાએ સમય પહેલા દસ્તક આપી હતી અને દિલ્હીમાં તેની એન્ટ્રી નિર્ધારિત સમયથી મોડી પડી હતી, આમ છતાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રેકોર્ડ બ્રેકિંગ વરસાદ થયો છે અને અત્યાર સુધી ચાલુ છે.

ભારે વરસાદની ચેતવણી

ભારે વરસાદની ચેતવણી

ચોમાસું આ વખતે ભારતમાંથી મોડુ પરત ફરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે IMD એ આજે ​​ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે પશ્ચિમ બંગાળ અને બિહારમાં આજથી 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

તોફાનને કારણે ભારે વરસાદ

તોફાનને કારણે ભારે વરસાદ

આઇએમડી અનુસાર, આ વર્ષે ચક્રવાતને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં આ અઠવાડિયામાં ભારે વરસાદ થયો છે, જેને તૈયાર પાકને નુકસાન પહોંચાડ્યું છે. જો કે, હજુ સુધી નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી.

6 ઓક્ટોબર સુધી વરસાદ રહેશે

6 ઓક્ટોબર સુધી વરસાદ રહેશે

આઈએમડીએ કહ્યું છે કે, ચોમાસું પરત ફરતા હવામાનમાં ફેરફાર થશે અને હવે રાત હવે ઠંડી રહેશે. આગામી બે દિવસ સુધી હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં હવામાન ખૂબ જ ખરાબ રહેશે, પરંતુ 3 ઓક્ટોબર બાદ હવામાન બદલાશે અને તાપમાન ઘટશે, જે શિયાળાની નિશાની હશે. હમણાં માટે 6 ઓક્ટોબર સુધી લોકોએ વરસાદનો સામનો કરવો પડશે.

English summary
Monsoon will return from October 6, cyclone Shaheen big forecast!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X