For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ તારાજીમાં ગુમ પત્નીના ગમે મંત્રીજીનો લીધો જીવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

haryana-map-300
ગુડગાવ, 15 જુલાઇ: હરિયાણા પૂર્વ મંત્રી તેજિંદર પાલ માનની પત્ની બે સંબંધીઓ સાથે ઉત્તરાખંડ ગઇ હતી, જ્યાં કુદરતી આફત આવ્યા બાદ તે ગુમ થઇ ગઇ છે. તેમના ગુમ થયાના એક મહિનાથી ઓછા સમયમાં હાર્ટટેકના કારણે તેજિંદર પાલ માનનું નિધન થઇ ગયું છે. હરિયાણા સરકારના પ્રવક્તાએ આ જાણકારી સોમવારે આપી હતી. 75 વર્ષીય તેજિંદર પાલ માનનું નિધન રવિવારે સાંજે દિલ્હીમાં થયું હતું. તેમની પત્ની પુષ્પા લાંબા અને તેમના બે સંબંધી (તેમના સાળા સતબીર લાંબા અને સાળાની પત્ની વીણા લાંબા) તીર્થયાત્રા માટે કેદારનાથ ધામ ગયા હતા.

ઉત્તરાખંડમાં ગત મહિને આવેલા પ્રલય બદ તેમની પત્ની અને બે સંબંધી ગુમ હતા. ગત 3 જુલાઇના રોજ મંત્રીજી પોતાની પત્નીને મૃત માનીને શાંતિ પાઠ કરાવ્યો હતો. તે ત્યારથી આધાતમાં હતા. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે 9 વાગે કરનાલ સ્થિત પોતાના નિવાસ્થાને તેમને અચાનક છાતીમાં દુખાવાની સમસ્યા થઇ. જેથી તેમને તાત્કાલિક દિલ્હીના મેક્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણાના રાજકારણમાં તેજિંદર પાલ માન પરિવારની શરૂઆતની ઘણી પ્રતિષ્ઠા હતી. તેજિંદર પાલ માન 1991માં ભજનલાલ સરકારમાં મંત્રી રહી ચૂક્યાં છે. વર્ષ 2005ની ચૂંટણીમાં તેમને અપક્ષ તરીકે પાયીથી જીત મેળવી હતી અને ગત ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિત પર કલાયતથી હારી ગયા હતા. ચંદીગઢથી બીઇ ગોલ્ડ મેડાલીસ્ટ રહી ચૂકેલા તેજેન્દ્ર પાલ માનની ઓળખ રાજકારણમાં એક ઇમાનદારના નેતાના રૂપમાં હતી. હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સોમવારે કરનાલ જઇને દિવંગત માનના પરિવારજનોને મળ્યા હતા અને શોક પ્રગટ કર્યો હતો.

English summary
Less than a month after his wife and two relatives went missing in disaster-hit Uttarakhand, former Haryana minister Tejinder Pal Mann died following cardiac arrest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X