For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇમાં ધોધમાર વરસાદ, 8 રૂટ પર બસ ડાયવર્ટ કરવામાં આવી

મુંબઇમાં ધોધમાર વરસાદ, 8 રૂટ પર બસ ડાયવર્ટ કરવામાં આવી

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ફરી એકવાર માયાનગરી મુંબઇમાં વરસાદે આફત પેદા કરી દીધી છે, સતત થઈ રહેલ વરસાદના કારણે લોકોને આવવા જવામાં ભારે સમસ્યા થઈ રહી છે, મુંબઈ શહેર અને ઉપનગરોના વિવિધ ભાગોમાં ઓછામા ઓછા 8 માર્ગો પર બેસ્ટ બસ સેવાઓ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. જ્યારે પશ્ચિમી લાઈન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે અને કુર્લી અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે બંદરોની લાઈનો બંધ થઈ ગઈ છે. પરંતુ ટ્રેન ધીમી ગતિએ ચાલી રહી છે.

હાઈ ટાઈડની પણ સંભાવના

હાઈ ટાઈડની પણ સંભાવના

જ્યારે આજના દિવસે બપોરે 12.47 વાગ્યે અહીં હાઈ ટાઈડની સંભાવના છે અને માટે બીએમસીએ માછીમારોને સમુદ્રમાં જતા રોકી દીધા છે. જણાવી દઈએ કે મુંબઈ, પુણે, ઠાણે, રાયગઢ અને રત્નાગિરીમાં રેડ અલર્ટ જાહેર છે અને કહેવાયું છે કે આગલા 24 કલાકમાં મુંબઈ સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં આંધી તોફાન આવી શકે છે.

BMCએ લોકોને અપીલ કરી

BMCએ લોકોને અપીલ કરી

આઈએમડીએ કહ્યું કે આ વિસ્તારમાં 24 કલાકમાં 204.5 મિમીથી વધુ વરસાદ થઈ શકે છે. જણાવી દઈએ કે પાછલા અઠવાડિયે ભારે વરસાદના કારણે મુંબઈના કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા, જેનાથી કેટલીય જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયો હતો માટે આ વખતે ફરીથી BMCએ લોકોને સાવધાની વરતવાની સલાહ આપી છે અને લોકોને જરૂર વિના ઘરેથી ના નીકળવાની સલાહ આપી છે.

શું કરવું

  • ગેસ અને વીજળી કનેક્શન બંધ રાખો, ગેસ લીક મામલે સતર્ક થઈ જાવ.
  • જો નીચલા વિસ્તાર અને ક્ષેત્રમાં રહેતા હોવ તો ત્યાંથી કોઈ સુરક્ષિત જગ્યાએ ચાલ્યા જાવ.
  • ઉકાળેલું પાણી/ ક્લોરીનયુક્ત પાણી જ પીવો
  • સીવરેજ, ખુલી નાલી અને ગટર વગેરેથી દૂરી બનાવી રાખો.
  • ટીટેલા તાર, વીજળીના થાંભલા વગેરે જોઈને ચાલો.
  • કાટમાળ વગેરેનું ધ્યાન રાખો.

શું ના કરવું

  • પાણી વાળા ક્ષેત્રમાં ના ચાલો
  • પાણી વાળા ક્ષેત્રમાં ડ્રાઈવ કરતાં બચો
  • પાણીના સંપર્કમાં આવેલ ભોજન ના લો
  • ક્ષત્રીગ્રસ્ત અથવા ટૂટેલા વીજળીથી ચાલતાં ઉપકરણોથી દૂરી બનાવી રાખો

રામ મંદીર: ભુમિ પુજનમાં ભાગ નહી લે ઉમા ભારતી, લિસ્ટમાંથી નામ હટાવવા કરી માંગરામ મંદીર: ભુમિ પુજનમાં ભાગ નહી લે ઉમા ભારતી, લિસ્ટમાંથી નામ હટાવવા કરી માંગ

English summary
More than 204.5 MM rain expected in 24 hours in mumbai says BMC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X