For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6500થી વધારે ભારતીય નાગરિકો વિદેશી કેદમાં

|
Google Oneindia Gujarati News

jail
નવી દિલ્હી, 3 મે : રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ સુભાષચંદ્ર અગ્રવાલે વિદેશ મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ) પાસે 4 એપ્રિલ, 2013ના રોજ વિદેશી જેલોમાં બંધ ભારતીયો અંગે માહિતી માંગી હતી. આ અંગેના જવાબમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે દુનિયાના 112 દેશોની જેલોમાં 6,569 ભારતીયો કેદ છે. પાકિસ્તાનની 3 જેલોમાં જ 535 કેદીઓ છે.

મંત્રાલયે જણાવ્યું છે કે વિદેશની જેલોમાં કેદીઓની સંખ્યા વધતી-ઘટતી રહે છે. આરટીઆઇ હેઠળ માંગવામાં આવેલા જવાબમાં જણાવાયું છે કે સાઉદી અરબમાં 1691, કુવૈતમાં 1161 અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં 1012 ભારતીય નાગરિકો કેદ છે.

આરટીઆઇના જવાબમાં કહેવામાં આવ્યું કે "સાઉદી અરબ અને કુવૈતમાં કેદ થવાના મુખ્ય કારણો દુષ્કર્મ, ધાડ મારવી, માદક પદાર્થોની હેરાફેરી કરવી, નકલી પ્રાર્થના, અનૈતિક સંબંધો, માર્ગ અકસ્માત અને શરાબના વેચાણમાં સંડોવાયેલા હોવાનો સમાવેશ થાય છે. સંયુક્ત આરબ અમીરાતે કેદીઓ સામેના આરોપોની વિગતો આપી નથી."

ભારતના પાડોશી દેશો જેવાકે પાકિસ્તાનમાં 535 કેદીઓ છે જેમાં મોટા ભાગે માછીમારોનો સમાવેશ થાય છે. ચીનની વિવિધ જેલોમાં 157 ભારતીયો કેદ છે. નેપાળમાં 377 અને બાંગ્લાદેશમાં 167 ભારતીય કેદીઓ છે.

મંત્રાલયે જણાવ્યું કે આ આંકડા 112 દેશોના છે. બાકીના 44 દેશો પાસેથી આ અંગે અન્ય કોઇ પ્રકારનો રિપોર્ટ મળ્યો નથી. આ કારણે વિદેશોમાં કેદ ભારતીયોની સંખ્યા વઘારે પણ હોઇ શકે છે. આ ઉપરાંત બ્રિટનમાં 426, અમેરિકામાં 155, મલેશિયામાં 187 અને સિંગાપોરની જેલોમાં 156 ભારતીય નાગરીકો કેદ છે.

English summary
More than 6,500 Indian nationals in foreign captivity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X