NRC: આસામમાં 1.2 લાખ લોકોની મુશ્કેલી વધી, નાગરિકતા સાબિત કરવી પડશે
NRC: આસામમાં 1.2 લાખ લોકોની મુશ્કેલી વધી, નાગરિકતા સાબિત કરવી પડશે
નવી દિલ્હીઃ આસામમાં એક નવી યાદી જાહેર કરવામા આવી છે, જેમાં એક લાખથી વધુ લોકોના નામ નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સથી હટાવી દેવામાં આવ્યાં છે. ફાઈનલ ડ્રાફ્ટ 31 જૂલાઈએ જાહેર કરવામાં આશે. જેનો મતલબ કે આ વધારાના 1,02,462 લોકોએ ફાઈનલ ડ્રાફ્ટ છપાય તે પહેલા પોતાની નાગરિકતા સાબિત કરવાની રહેશે.

1 લાખ લોકોના નામ અયોગ્ય જણાયા
આસામમાં બુધવારે જાહેર કરવામાં આવેલ લિસ્ટમાં 1,02,462 લોકોના નામ એનઆરસીથી એટલા માટે હટવવામાં આવ્યાં છે, કેમ કે ફહાલ તેમને એનઆરસીના ફાઈનલ ડ્રાફ્ટ લિસ્ટમાં રાખવા અયોગ્ય જણાયા છે. જે લોકોના નામ નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ અંતર્ગત લિસ્ટમાંથી હટાવવામાં આવ્યાં છે, તેમની યાદી વ્યક્તિગત રીતે પત્રના માધ્યમથી તેમના એડ્રેસ પર મોકલી આપવામાં આવશે. આ લોકોને સંબંધિત એનઆરસી સેવા કેન્દ્રો પર પોતાનો દાવો રજૂ કરવા માટે 11 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જે બાદ 31 જુલાઈ, 2019ના રોજ ફાઈનલ નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ જાહેર થતા પહેલા તેમના દાવાઓનો નિપટારો કરવામાં આવશે.

11 જુલાઈ સુધી નાગરિકતા સાબિત કરવાનો મોકો
પ્રદેશના એનઆરસી કોઓર્ડિનેટર તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ યાદી સિટીઝનશિપ રુલ્સ 2003ના ક્લાઉઝ 5 અંતર્ગત જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 30 જુલાઈ 2018ના રોજ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં 3.29 કરોડ અજીમાંથી માત્ર 2.9 કરોડ લોકોના નામ જ યોગ્ય ગણાયા હતા. જ્યારે 40 લાખ લોકોના નામ ડ્રાફ્ટથી બહાર કરી દેવામાં આવ્યાં હતાં. હવે તેવા 40 લાખ લોકોમાંથી 1 લાખથી વધુ નામ જોડાઈ ગયાં છે, જેમને એનઆરસીની ડ્રાફ્ટ લિસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

એનઆરસીને સમજો
ઉલ્લેખનીય છે કે આસામમાં એનઆરસીને સુપ્રીમ કોર્ટની મોનિટરિંગમાં અપડેટ કરવામાં આવી રહ્યા છે. જેને અંતિમ રૂપથી જાહેર કરવા માટે આ વર્ષે 31 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી છે. જણાવી દઈએ કે નેશનલ સિટીઝન રજિસ્ટરમાં આસામમાં વસેલ તમામ ભારતીય નાગરિકોના નામ, એડ્રેસ અને ફોટો છે. જેના દ્વારા પ્રદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો વિશે જાણકારીનો ખુલાસો થશે. દેશમાં લાગૂ નાગરિકતા કાનૂનથી અલગ આસામ અકોર્ડ, 1985 અંતર્ગત 24 માર્ચ 1971ની અડધી રાત સુધી રાજ્યમાં પ્રવેશ કરનાર લોકોને જ ભારતીય નાગરિક માનવામાં આવશે. આ રજિસ્ટરમાં એવા લોકોના નામ જ સામેલ કરવામાં આવશે જેઓ સાબિત કરવામાં સફળ થશે કે તેમનો જન્મ 21 માર્ચ 1971 પહેલા આસામમાં થયો હતો. સાથે જ સૂચીમાં એવા લોકોના નામ પણ સામેલ કરવામાં આવ્યાં છે, જેમના વંશજ દેશની પહેલી મતગણતરી 1951માં સામેલ હતા અથવા જેમનો જન્મ 24 માર્ચ 1971 પહેલા આસામમાં થયો હોય.












Click it and Unblock the Notifications
