For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 રાજ્યોમાં વરસાદનો તાંડવ, 100થી વધુ લોકોના મોત નિપજ્યાં

4 રાજ્યોમાં વરસાદનો તાંડવ, 100થી વધુ લોકોના મોત નિપજ્યાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એકવાર ફરી ભારે વરસાદે દેશના કેટલાય રાજ્યોમાં ઉત્પાત મચાવ્યો છે, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત સહિત કેટલાય રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને પગલે હાહાકા મચ્યો છે, પાછલા ત્રણ દિવસમાં 100થી વધુ લોકોના મૃત્યુ થયાં છે, એકલા કેરળમાં જ 40થી વધુ લોકોના મોત થયાં છે, તમામ રાજ્યોમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે, આજે ગૃહમંત્રી અમિત શાહ પણ કર્ણાટકના બેલાગાંવીમાં પૂરગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ કરશે.

કેરળ પર કુદરતનો કહેર

કેરળ પર કુદરતનો કહેર

કેરળ પર કુદરતનો કહેર વરસ્યો છે ભારે વરસાદને કારણે એર્નાકુલમ, ત્રિશૂર, પઠાનમથિટ્ટા, મલપ્પુરમ જિલ્લા ખરાબ રીતે પ્રભાવિત થયા છે, વરસાદને કારણે કેટલાય ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે અને દૈનિક જીવન પ્રભાવિત થયું છે, મલપ્પુરમ અને કોઝીકોડને જોડતા પ્રમુખ રસ્તા જળ ભરાવને કારણે બંધ છે, કોચ્ચિ એરપોર્ટ પર 11 ઓગસ્ટે 3 વાગ્યા સુધી બધા જ વિમાનનું પરિચાલન રોકી દેવામાં આવ્યું છે, વાયનાડ જિલ્લામાંપૂરને પગલે લોકોની પરેશાની વધી છે, લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.

આજે પણ અલર્ટ યથાવત

આજે પણ અલર્ટ યથાવત

હવામાન વિભાગે કેરળના ઈડુક્કી, મલપ્પુરમ, કોઝિકોડમાં વરસાદનું રેડ અલર્ટ, જ્યારે ત્રિશૂર, પલક્કડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે કેરળ તટની નજીક આવેલ વિસ્તારોમાં પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ દિશા તરફથી 40-50 કિમી પ્રતિ કલાકની ગતિએ હવાઓ ફુંકાય તેવા અણસાર છે. આ કારણે માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

બીજી તરફ કર્ણાટકના બગલકોટ, રાયચૂર, બેલગામ અને કલબુર્ગી જિલ્લામાં 33 રાહત ટીમ પૂરથી પ્રભાવિત લોકોને રાહત પહોંચાડવામાં લાગી છે, કર્ણાટકમાં અત્યાર સુધી 24 લોકોના જીવ ચાલ્યા ગયા છે. અહીં 20 એનડીઆરએફ ટીમ, 10 આર્મી ટીમ, 5 નેવી ટીમ અને 2 એસડીઆરએફની ટીમો રેસ્ક્યૂ ઓપરેશન માટે તૈયાર છે.

મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર

મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર

જ્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી બે લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થલે પહોંચાડી દેવમાં આવ્યા છે, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સતત થઈ રહેલ મૂસળધાર વરસાદને કારણે રસ્તો અને રેલ ટ્રાન્સપોર્ટેશનને અસર પહોંચી છે, કેટલીય ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે.

તમિલનાડુમાં હાલત ખરાબ

તમિલનાડુમાં હાલત ખરાબ

તમિલનાડુમાં યથાવત ભારે વરસાદથી નુકસાન થયું છે, અહીં પણ પાંચ લોકોના મોત થયાં છે, સેના, નેવી અને એરફોર્સના જવાનો રાહત અને બચાવ કાર્યમાં લાગેલ છે.

<strong>સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ, અમદાવાદ થયું જળબંબાકાર</strong>સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ, અમદાવાદ થયું જળબંબાકાર

English summary
more then 100 people died in 4 state due to heavy rain, maharashtra on red alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X