For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજાજી હોલમાં અંતિમ દર્શન માટે રાખ્યુ અમ્માનું પાર્થિવ શરીર

જયલલિતાના પાર્થિવ શરીર તેમના નિવાસ સ્થાન પોએસ ગાર્ડનથી રાજાજી હોલ લઇ જવામાં આવ્યુ છે. અહીં અંતિમ દર્શન માટે તેમનું પાર્થિવ શરીર રાખવામાં આવ્યુ છે....

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

સોમવારની રાતે 11.30 વાગે તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું નિધન થઇ ગયુ. દરેક સંભવ કોશિશ છતાં ડોક્ટર તેમનો જીવ બચાવી શક્યા નહિ. તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. હાલમાં જયલલિતાનું પાર્થિવ શરીર તેમના નિવાસસ્થાન પોએસ ગાર્ડનથી રાજાજી હોલમાં લઇ જવામાં આવ્યુ છે. સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે આજે સાંજે 4.30 કલાકે મરીના બીચ પરતેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

jaya

આ પહેલા મોડી રાતે 2.30 કલાકે જયલલિતાના પાર્થિવ શરીરને તેમના આધિકારિક નિવાસ પોએસ ગાર્ડન લઇ જવામાં આવ્યુ હતુ. અહીં તેમના અંતિમ સંસ્કાર સંબંઘિત વિધિઓ રીતિરિવાજથી પૂર્ણ કરવામાં આવ્યા. તમને જણાવી દઇએ કે રાજાજી હોલ એ જગ્યા છે જ્યાં 1987 માં એમજી રામાચંદ્રનના પાર્થિવ શરીરને લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યુ હતુ.

એ અખતે રામાચંદ્રનના દર્શન માટે જયલલિતાને રાજાજી હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. તે યેનકેન પ્રકારે રાજાજી ભવનમાં પ્રવેશ કરવામાં સફળ થયા અને ત્યારબાદ તે એમજીઆરના પાર્થિવ શરીર પાસે ઉભા રહ્યા હતા. તેમના નિધન સાથે સમગ્ર રાજ્ય શોકમગ્ન થયુ છે. દરેક જગ્યાએ શોકનો માહોલ છે અને તેમના શુભચિંતકો ઉંડા શોકમાં ગરકાવ છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાનું દુખ વ્યક્ત કરતા તેમને શ્રદ્ધાંજલિ આપી. તમિલનાડુમાં 7 દિવસનો રાજકીય શોક ઘોષિત કરવામાં આવ્યો. સ્કૂલ, કોલેજો 3 દિવસ માટે બંધ કરવામાં આવ્યા છે. રાત્રે 1.25 કલાકે રાજ્યપાલ રાવે ઓ પન્નીરસેલ્વમને નવા પ્રધાનમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.

English summary
Mortal remains of Jayalalithaa brought to Rajaji Hall in Chennai, Tamil Nadu, for people to pay their last tributes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X