For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઔરંગાબાદ ટ્રેન દૂર્ઘટનાઃ મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહે કર્યુ વળતરનુ એલાન

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આજે એક ખૂબ જ દર્દનાક દૂર્ઘટના બની છે, અહીં રેલના પાટા પર 16 પ્રવાસી મજૂરોને એક માલગાડીએ કચડી નાખ્યા.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આજે એક ખૂબ જ દર્દનાક દૂર્ઘટના બની છે, અહીં રેલના પાટા પર 16 પ્રવાસી મજૂરોને એક માલગાડીએ કચડી નાખ્યા. ઔરંગાબાદની જાલવા રેલવે લાઈન પાસે આ દૂર્ઘટના બની જેમાં 16 મજૂરોના મોત થઈ ગયા છે જ્યારે 5 અન્ય મજૂર ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. આ દૂર્ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઈન પર સવારે 5.15 વાગે બની છે. દૂર્ઘટનામાં ઘાયલ લોકોને ઔરંગબાદની સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, મૃતકોમાં મજૂરોના બાળકો પણ શામેલ છે.

પાંચ પાંચ લાખ રૂપિયાનુ વળતર આપવાનુ એલાન

પાંચ પાંચ લાખ રૂપિયાનુ વળતર આપવાનુ એલાન

વળી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઔરંગાબાદ રેલ દૂર્ઘટનામાં માર્યા ગયેલા મધ્ય પ્રદેશના પ્રવાસી મજૂરોના આશ્રિતોને પાંચ પાંચ લાખ રૂપિયાનુ વળતર આપવાનુ એલાન કર્યુ છે. તેમણે ટ્વિટ કર્યુ છે કે ઔરંગાબાદથી પોતાના ઘરે પાછા આવી રહેલ ઘણા શ્રમિક ભાઈઓનુ ટ્રેન દૂર્ઘટનામમાં આકસ્મિક નિધન થઈ ગયાના દુઃખદ સમાચાર મળ્યા છે. ઈશ્વરે દિવંગત આત્માઓની શાંતિ અને પરિજનોને આ ઉંડુ દુઃખ સહન કરવાની શક્તિ આપે તથા ઘાયલોના ત્વરિત સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છુ. વિનમ્ર શ્રદ્ધાંજલિ.

વિશેષ વિમાનથી ઉચ્ચ અધિકારીઓની એક ટીમ મોકલી રહ્યો છુ

ઔરંગાબાદમાં થયેલા રેલ દૂર્ઘટનાથી હ્રદય પર એવો કુઠારાઘાત થયો છે કે હું તેને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. સંવેદનાથી મન ભરાઈ જાય છે. તે ઉપરાંત રાજ્યની સરકાર તરફથી દરેક મૃતક શ્રમિકના પરિજનોને 5 લાખ રૂપિયા આપવામાં આવશે અને ઘાયલોના ઈલાજની પૂરી વ્યવસ્થા કરવામાં આવશે. દુઃખની આ ઘડીમાં શોકાકુળ પરિવાર સ્વયંને એકલા ન સમજે, તમારી સાથે હું અને આખી મધ્ય પ્રદેશ સરકાર ઉભી છે. મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં લખ્યુ કે હું વિશેષ વિમાનથી ઉચ્ચ અધિકારીઓની એક ટીમ મોકલી રહ્યો છુ જે ત્યાં મૃતકોના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરશે અને ઘાયલોને દરેક સંભવ મદદ કરશે. હું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેજી સાથે પણ સતત વાત કરી રહ્યો છુ અને ઘાયલ શ્રમિકોના ઈલાજમાં કોઈ પણ કમી ન રહે તેની વ્યવસ્થા કરી રહ્યો છુ.

બધા મજૂર એમપી જવા ઈચ્છતા હતા

તમને જણાવી દઈએ કે આ દૂર્ઘટનામાં માર્યા ગયેલા બધા મજૂર મહારાષ્ટ્રના જલગાંવમાં આયરન ફેક્ટરીમાં કામ કરતા હતા. આ લોકો ઔરંગાબાદથી મધ્ય પ્રદેશ માટે નીકળેલી સ્પેશિયલ ટ્રેન પકડવા ઈચ્છતા હતા, આ બધા લોકોને આશા હતી કે તે ભૂસાવળ જઈને ટ્રેન પકડી લેશે. આ બધા લગભગ 45 કિલોમીટર પગે ચાલીને આવ્યા હતા અને ખૂબ થાકી ગયા હતા એટલા માટે ટ્રેક પર જ સૂઈ ગયા હતા. આ દરમિયાન ત્યાંથી ટ્રેન પસાર થઈ અને બધા લોકો આની ચપેટમાં આવી ગયા.

આ પણ વાંચોઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 56 હજારને પાર, એક દિવસમાં 3390 નવા કેસઆ પણ વાંચોઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 56 હજારને પાર, એક દિવસમાં 3390 નવા કેસ

English summary
MP Chief Minister Shivraj Singh has announced relief of Rs 5 lakh to each person who died in the train tragedy in Aurangabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X