શિવરાજ સિંહે વિધાનસભા ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીના પગલે ચાલ્યા

shivraj-singh-chauhan
જબલપુર, 27 માર્ચ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2013માં નરેન્દ્ર મોદીની ચાલ ચાલી છે. તેઓ પણ નરેન્દ્ર મોદીના માર્ગે વિધાનસભા ચૂંટણીઓમાં હાઇટેક પ્રચાર કરવાની તૈયારી કરી રહ્યા છે. એટલું જ નહીં, એમ પણ કહેવામાં આવે છે કે તેઓ પોતાના પ્રચારમાં મોદીના એક સાથે 53 સભા સંબોધવાના રેકોર્ડને પણ તોડી પાડવાના છે.

શિવરાજસિંહ એક સાથે 250 સભાઓને સંબોધન કરવાનું આયોજન કરી રહ્યા છે. વાત અચરજભરી છે પણ તે ચૂંક સમયમાં હકીકતમાં ફેરવાઇ જશે.ભાજપ અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી શિવરાજસિહને મધ્યપ્રદેશના દરેક ઘરમાં પહોંચાડવાની તૈયારીમાં છે.

મધ્યપ્રદેશ વિધાનસબા ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક મુખ્યમંત્રી શિવરાજ જ રહેશે. આ માટેની તમામ તૈયારીઓ ખૂબ ઝડપથી કરવામાં આવી રહી છે. આ હાઇટેક પ્રચારમાં શિવરાજસિંહ નરેન્દ્ર મોદીથી પણ આગળ નીકળી જવાના છે કારણ કે નરેન્દ્ર મોદીએ એક સાથે માત્ર 53 સભાઓ સંબોધી હતી.

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીનો ચૂંટણી પ્રચાર આક્રમક રીતે કરવામાં આવશે. પાર્ટી સ્ટાર પ્રચારક તરીકે બધું જ જૌર શિવરાજસિંહને માથે નાખવાની છે. આ કારણે મહત્તમ મતદારો સુધી પહોંચવા માટે નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં અપનાવેલી થ્રીડી હોલોગ્રામ ટેકનોલોજીનો ઉપયોગ શિવરાજસિંહ પણ કરવાના છે. પાર્ટીનું માનવું છે કે આ ટેકનોલોજીની મદદથી ચૌહાણની વાત એક સાથે 250 વિસ્તારના મતદાતાઓ સમક્ષ સરળતાથી એક સાથે પહોંચી જશે. આ કારણે તેનો ઉપયોગ અત્યંત જરૂરી છે.

ભાજપની રણનીતિને ધ્યાનમાં લઇએ તો એક બાબત સ્પષ્ટ થઇ જાય છે કે સતત બે ટર્મ ચૂંટણી જીત્યા બાદ આ વખતે પણ ભાજપ વિજયની હેટ્રીક કરવા માંગે છે. આ કારણે જ તે ચૂંટણી પ્રચારમાં કોઇ પ્રકારની ચૂક થાય તેમ ઇચ્છતી નથી. આ કારણે જે તે મતદારોને રિઝવવાના કોઇ પણ ઉપાય હાથમાંથી જતા કરવા માંગતી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની એમ્સ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાના સીઇઓ સન્ની ભટ્ટ હાલ મધ્યપ્રદેશના પ્રવાસ પર છે. આ પ્રચાર રીત અને ટેકનિક અંગે તેમની વાત મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમર સાથે પણ થઇ છે.

ગિનિઝ બુકમાં નોંધાશે શિવરાજનું નામ
એઇમ્સ ઓર્ગેનાઇઝેશન એ જ કંપની છે જેણે ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. મધ્યપ્રદેશમાં પણ હાઇટેક ચૂંટણી પ્રચારનું કામ આ જ કંપની સંભાળવાની છે. આ સાથે તેઓ શિવરાજસિંહનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા માટે પ્રયત્ન કરશે. આ માટે તેઓ એક સાથે 250 સ્થળોએ એક સાથે સભા સંબોધિત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X