For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશના રીવામાં ભયંકર અકસ્માત, બસ-ટ્રકની ટક્કરમાં 15ના મોત, 45 ઘાયલ, 2 લાખના વળતરનુ એલાન

મધ્ય પ્રદેશના રીવામાં એક ભયંકર રોડ અકસ્માત થયો છે. સુહાગી વિસ્તારમાં બસ અને ટ્રક પરસ્પર ટકરાઈ જતા હ્રદય દ્વાવક દૂર્ઘટના બની છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશના રીવામાં એક ભયંકર રોડ અકસ્માત થયો છે. સુહાગી વિસ્તારમાં બસ અને ટ્રક પરસ્પર ટકરાઈ જતા હ્રદય દ્વાવક દૂર્ઘટના બની છે. અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. ટક્કર એટલી ખતરનાક હતી કે બસમાં સવાર 11 લોકોએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો જ્યારે 3 લોકોના ઈલાજ દરમિયાન મોત નીપજ્યા છે. 45 લોકોને ગાંધી હૉસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. તમામ મૃતકો ઉત્તર પ્રદેશ અને બિહારના હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે.

accident

મધ્યપ્રદેશના રીવા પાસે નેશનલ હાઈવે-30 પર એક ભયાનક બસ અકસ્માત થયો હતો. સોહાગી પર્વત પરથી નીચે ઉતરતી વખતે બસ આગળ જઈ રહેલ ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 15 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 45 મુસાફરો ઘાયલ થયા છે. રીવા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા ત્યોંથર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. બસ હૈદરાબાદથી ગોરખપુર જઈ રહી હતી. ઘાયલોમાં મોટાભાગના મજૂરો છે. દિવાળી મનાવવા માટે બધા ઘરે પરત ફરી રહ્યા હતા. રાતે 2 વાગ્યા સુધીમાં 56 લોકો ત્યોંથર હોસ્પિટલ પહોંચી ગયા હતા.

શુક્રવાર-શનિવારની વચ્ચેની રાતે આ અકસ્માત થયો હતો. બસ હૈદરાબાદથી ગોરખપુર થઈને રીવા જઈ રહી હતી. પર્વત પરથી ઉતરતી વખતે સોહાગી અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતનુ કારણ જાણી શકાયુ નથી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ શનિવારે ધનતેરસ પર સતના આવી રહ્યા છે. આવી સ્થિતિમાં જિલ્લા પ્રશાસને સોહાગી ટેકરીમાં બચાવ કાર્યમાં તાકાત લગાવી દીધી છે. આરટીઓ મનીષ ત્રિપાઠીની મદદથી અનેક ક્રેનની માંગણી કરવામાં આવી હતી.

પોલીસ અધિક્ષક નવનીત ભસીને કહ્યુ કે ટ્રેલરની આગળની બાજુએ અકસ્માતના નિશાન પણ છે. આવી સ્થિતિમાં આગળ જતા વાહન સાથે ટ્રક પણ અથડાઈ હોવાની આશંકા છે. ટ્રક ચાલકે અચાનક બ્રેક લગાવી હશે. જેથી પાછળથી આવતી બસ ટ્રકમાં ઘૂસી ગઈ હતી. ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર મળી આવ્યા નથી.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રીવા બસ-ટ્રોલી ટ્રકની ટક્કર પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે આજે સવારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરી અને તેમને ઘટનાની જાણકારી આપી. એમપી સરકાર મુસાફરોના મૃતદેહને પ્રયાગરાજ લાવશે.

સુહાગી પહાડમાં બસ દુર્ઘટનાની માહિતી માટે હેલ્પલાઇન નંબર જીલ્લા વહીવટી તંત્ર રીવા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તમે ફોન કરીને ઘટના સંબંધિત માહિતી મેળવી શકો છો.

પોલીસ - 70491 22399.

કલેક્ટર કચેરી - 83197 06674

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. ઉત્તર પ્રદેશ સરકારે મૃતકોના સ્વજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

English summary
Mp Rewa terrible accident, 15 killed, 45 injured in bus-truck collision
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X