રાહુલના આરોપો પર BJP કહ્યું કે PM ગંગાની જેમ પવિત્ર છે.

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પીએમ મોદી પર સહારા અને બિરલા જેવા બિઝનેસ ગ્રુપોથી પૈસા લેવાનો આરોપ લગાવ્યો છે. જે પછી બુધવારે સાંજે 5 વાગે ભાજપ દ્વારા દિલ્હીમાં એક પ્રેસ કોન્ફર્ન્સ કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના તમામ આરોપોને ખોટા ગણાવી, કોંગ્રેસ પર આકાર પ્રહારો કર્યા હતા.

Prasad

રવિશંકર કહ્યું કે રાહુલના આગેવાનીમાં કોંગ્રેસની હાર થઇ રહી છે. અને આ જ કારણે હતાશામાં રાહુલ આમ બોલી રહ્યા છે. પ્રસાદે રાહુલના તમામ આરોપોને ખોટા ગણાવીને કહ્યું કે અગસ્ટા વેસ્ટલેન્ડ મામલે ગાંધી પરિવારનું જે નામ બહાર આવી રહ્યું છે તેને દબાવવા માટે અને લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. પરિવારનું નામ આવવાથી રાહુલ મુશ્કેલીમાં ફસાયા છે.

પ્રસાદે કહ્યું કે રાહુલ કંઇક પણ વિચાર્યા વગર બોલે છે. અને પીએમ નરેન્દ્ર મોદી ગંગાની જેમ પવિત્ર છે. પ્રસાદ કહ્યું કે રાહુલે જે આરોપો લગાવ્યા છે તે સવોચ્ચ અદાલતમાં છે. જનતાએ રાહુલને ટીઆરપી આપવાની બંધ કરી દીધી છે. જે વોટમાં પણ દેખાય છે. વધુમાં તેમણે કહ્યું કે મીડિયા આઝાદ છે પણ આવી ટીઆરપીને કેટલી સ્પેસ આપવી તે પણ વિચારવા લાયક બાબત છે.

વધુમાં પ્રસાદે કહ્યું કે રાહુલ પોતાની સરકારમાં થયેલા કોભાંડને ક્યારેય નોનસેન્સ કહ્યું? રાહુલ પર નેશનલ હેરાલ્ડ જેવા મામલે ફ્રોડ અને ચિંટીંગ પર બેલ પર છે અને તેમ છતાં તે પાક સાફ પીએમ પર આરોપ લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનો ઇતિહાસ જ ભષ્ટ્રાચારથી ભરેલો છે. તેમણે તમામ જગ્યાએ ભષ્ટ્રાચાર કર્યો છે.

English summary
Mr Rahul Gandhi is leading his party to repeated disastrous defeat and hence he is levelling baseless allegations in his sadness: RS Prasad.
Please Wait while comments are loading...