For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ્રપાલીએ ફસાવ્યા ધોનીના 40 કરોડ, વસૂલી માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા માહી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આમ્રપાલી ગ્રુપ સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આમ્રપાલી ગ્રુપ સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ધોનીએ આમ્રપાલી ગ્રુપને તેમના બાકીના 40 કરોડ રૂપિયા અપાવવાની માંગ કરી છે. મહેન્દ્ર સિંહ ધોની 6 વર્ષ સુધી આમ્રપાલી ગ્રુપના બ્રાંડ એમ્બેસેડર હતા. તેમણે કહ્યુ કે લાંબા સમય સુધી કંપનીનો ચહેરો રહ્યા બાદ પણ તેમને બાકીની રકમ મળી નથી.

MS Dhoni

સુપ્રીમ કોર્ટ આમ્રપાલી સામે હજારો હોમ બાયર્સની અરજી પર સુનાવણી કરી રહ્યુ છે. આમ્રપાલી ગ્રુપના સીએમડી અનિલ શર્મા અને બે ડાયરેક્ટર્સ પણ આ કેસમાં પોલિસ કસ્ટડીમાં છે. ધોની આ ગ્રુપ સાથે 6 વર્ષ સુધી જોડાયેલા રહ્યા પરંતુ 2016માં જ્યારે કંપની દ્વારા ઠગવામાં આવેલા હોમ બાયર્સે સોશિયલ મીડિયા પર આ વિકેટકીપર સામે અભિયાન છેડ્યુ તો તેમણે આમ્રપાલી સાથે કરાર ખતમ કરી દીધા હતા. ધોની ઉપરાંત તેમની પત્ની સાક્ષી પણ આ ગ્રુપનો હિસ્સો હતા.
સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપની બધી સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.

એમ એસ ધોની પણ પોતાના નાણાકીય હિતની રક્ષા માટે દેશની સર્વોચ્ચ અદાલત પહોંચ્યા છે. એમ એસ ધોનીએ અરજી દાખલ કરીને કોર્ટને કહ્યુ છે કે તેમની હિતોની રક્ષા માટે ગ્રુપમાં ફસાયેલા 40 કરોડની બાકીની રકમ તેમને અપાવવામાં આવે. આ પહેલા સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્ત ઓડિટર્સની ફોરેન્સિક તપાસમાં માલુમ પડ્યુ હતુ કે કંપનીએ હોમ બાયર્સના પૈસા ડાયવર્ટ કરીને તેનો દૂરુપયોગ કર્યો. તપાસમાં ઘણા એવા ખુલાસા થયા કે જેના વિશે જાણીને બધા હેરાન હતા. ઓડિટર્સના રિપોર્ટ અનુસાર આમ્રપાલી ગ્રુપની 23 કંપનીઓ ઓફિસ બોય, પટાવાળા અને ડ્રાઈવરોના નામ પર ચાલી રહી હતી.

આ પણ વાંચોઃ સૌથી નાની ઉંમરના ભાજપ ઉમેદવાર તેજસ્વી સૂર્યાએ કેમ ડિલીટ કર્યુ 2014નું એ ટ્વીટ?આ પણ વાંચોઃ સૌથી નાની ઉંમરના ભાજપ ઉમેદવાર તેજસ્વી સૂર્યાએ કેમ ડિલીટ કર્યુ 2014નું એ ટ્વીટ?

English summary
MS Dhoni approaches to Supreme Court against Amrapali group
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X