Bokaro: હાઈટેન્શન લાઈનની ચપેટમાં આવ્યા તાજિયા, 4 લોકોના મોત, 9 લોકો ગંભીર રીતે દાઝ્યા
Bokaro News: મોહરમના જુલૂસ દરમિયાન ઝારખંડના બોકારો જિલ્લામાં 29 જુલાઈ શનિવારના રોજ સવારે એક દુ:ખદ ઘટના બની હતી. અહીં મોહરમનું જુલૂસ કાઢતી વખતે તાજિયા હાઈ ટેન્શન લાઇનની પકડમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
વળી, નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં ઘાયલ ત્રણ લોકોની હાલત ગંભીર છે. તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો.

આ અકસ્માત પછી, પોલીસ અને સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ દાઝેલા લોકોને તાત્કાલિક સારવાર માટે ડીવીસી બોકારો થર્મલ હૉસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં તબીબો દ્વારા તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
