For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mukesh Ambani's house: મુકેશ અંબાણીના ઘરની બહાર મળ્યા વિસ્ફોટક, ડૉગ સ્કવૉડ તૈનાત

મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એંટીલિયાની બહાર એક શંકાસ્પદ સ્કૉર્પિયો કારમાં વિસ્ફોટક જપ્ત થવાથી હોબાળો મચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દેશના જ નહિ પરંતુ એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિમાંના એક મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એંટીલિયાની બહાર એક શંકાસ્પદ સ્કૉર્પિયો કારમાં વિસ્ફોટક જપ્ત થવાથી હોબાળો મચી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ શંકાસ્પદ ગાડીમાંથી એક પત્ર પણ મળ્યો છે જે હાથેથી લખવામાં આવ્યો છે. જો કે સુરક્ષાના કારણોથી આ લેટરની અંદર શું લખ્યુ છે તે વિશે જણાવવાનો મુંબઈ પોલિસના પ્રવકતા ડીસીપી એસ ચૈતન્યએ ઈનકાર કરી દીધો છે.

mukesh ambani

તમને જણાવી દઈએ કે ગ્રીન રંગની શંકાસ્પદ ગાડીમાં એંટીલિયાની બહાર 20 જિલેટીનની છડી મળી છે. કહેવામાં આવી રહ્યુ છે કે કારમાંથી એક નંબર પ્લેટ મળી છે જે મુકેશ અંબાણીના સુરક્ષા કાફલાની ગાડીની છે અને મુંબઈ ઈન્ડિયન્સની બેગ પણ મળી છે. ધમકીભર્યો લેટર એ બેગમાં જ હતો. સીસીટીવી ફૂટેજ પણ ખંગાળવામાં આવી રહ્યા છે. હાલમાં તપાસ ચાલુ છે અને ઘરની બહાર લાગેલી બધા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. એંટીલિયાની બહાર ડૉગ સ્કવૉડ પણ તૈનાત છે. જણાવવામાં આવી રહ્યુ છે કે અંબાણીના ઘરની બહાર આ ગ્રીન રંગની કાર મળી આવી છે.

આ મામલે ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને મુકેશ અંબાણીના ઘરની ચારે તરફ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જે રીતે કારને અંબાણીના ઘર પાસે પાર્ક કરવામાં આવી છે તે હિસાબે બધુ એક પ્લાન હેઠળ કરવામાં આવ્યુ છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ, એટીએસ અને અન્ય એજન્સીઓ હાલમાં તપાસમાં લાગી છે. પરંતુ આ મામલે અંબાણી પરિવારનુ કોઈ નિવેદન હજુ સુધી સામે આવ્યુ નથી. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યુ કે મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરેથી થોડી દૂર એક સ્કૉર્પિયો વેન મળી છે. તે સ્કૉર્પિયો વેનમાં અમુક જિલેટિન મળી આવ્યુ છે. તેની પૂરી તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાંચ કરી રહ્યુ છે જે પણ અસલિયત છે તે જલ્દી સામે આવશે.

પાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખોનુ આજે એલાન કરશે ચૂંટણી પંચપાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખોનુ આજે એલાન કરશે ચૂંટણી પંચ

English summary
Mukesh Ambani: Explosives found outside Mukesh Ambani Mumbai house, letter recoverd.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X