For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે રાજ્યસભામાં આવશે લોકપાલ બિલ, સપા બનશે અડચણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ડિસેમ્બર: યુપીએ સરકાર આજે રાજસભામાં લોકપાલ બિલને પાસ કરવાની કોશીશ કરશે. સરકાર અનુસાર લોકપાલ બિલ પાસ કરાવવું તેમની પ્રાથમિકતા છે અને તેના માટે તે સમાજવાદી પાર્ટીને મનાવવાની પૂરેપૂરી કોશીશ કરી રહી છે. સમાજવાદી પાર્ટીએ આ બિલને સંપૂર્ણપણે નકારી કાઢી તેનો વિરોધ કરી રહી છે. જ્યારે બીજી બાજું ભાજપ સહિતની તમામ પાર્ટીઓ પણ આ બિલને પાસ કરવાની કવાયત કરી રહી છે.

સરકારી લોકપાલ બિલને રાલેગણ સિદ્ધિમાં અનશન પર બેઠેલા અણ્ણા હઝારેનું ભલે સમર્થન મળી ગયું હોય પરંતુ સરકારની મુશ્કેલીઓ ઓછી નથી થઇ. મંગળવારે રાજ્યસભામાં બિલ પર ચર્ચા શરૂ કરવામાં સૌથી મોટી અડચણ છે સમાજવાદી પાર્ટી, જેણે દરેકકાળે આ બિલનો વિરોધ કરવાની ચેતવણી આપી છે.

સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે જણાવ્યું કે અમે લોકપાલ બિલ પાસ નથી થવા દઇએ. લોકપાલનો વિરોધ જારી રહેશે. અમારુ સ્ટેન્ડ નહીં બદલાય, એ અફવાહ છે. કોંગ્રેસ અફવાહ ફેલાવવામાં માહેર છે, લાગે છે કે કોંગ્રેસ હવે આરએસએસથી કઇ શીખી રહી છે. અમે લોકપાલનો વિરોધ કરીશું.

બીજી બાજું સરકાર લોકપાલ બિલને પોતાની પ્રાથમિકતા ગણાવી રહી છે. સોમવારે મળેલી કોંગ્રેસ કોર ગ્રુપની બેઠકમાં સોનિયા ગાંધી અને વડાપ્રધાનની હાજરીમાં આ બિલ પર ચર્ચા થઇ હતી. ત્યારબાદ રાજ્યસભાના સભાપતિ હામિદ અંસારીએ તમામ પાર્ટિઓના મત જાણવા માટે સર્વદળીય બેઠક બોલાવી હતી. પરંતુ સમાજવાદી પાર્ટીએ આ બેઠકમાં ભાગ લીધો નહી. જોકે સરકારનો દાવો છે કે તે સપાને મનાવવાની કોશીશ કરી રહી છે.

lokpal bill
આમ પણ સરકારે પોતાના મુખ્ય વિરોધી પક્ષ ભાજપને તો મનાવી જ લીધું છે. પહેલા ભાજપ પણ તમામ 16 સંશોધનોનો સ્વીકાર કરવામાં આવે પરંતુ હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ બિલ મુદ્દે સહમતી બની ગઇ છે. કરાર અનુસાર એક સંસોધનને સ્વીકાર કરવામાં આવશે અને એકનો નહી.

ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે જો કેન્દ્રની નીતિ લોકપાલ અંગે સાફ હોત, તો શું તે સપાને મનાવી ના લેતી. જો આવતીકાલે(મંગળવારે) લોકપાલ બિલ પાસ નહી થાય તો તેની જવાબદાર કોંગ્રેસ જ રહેશે.

પોતાની તત્પરતા બતાવવા માટે ભાજપે રાજ્યસભામાં પ્રશ્નકાળ સ્થગિત કરીને લોકપાલ પર ચર્ચા શરૂ કરાવવાની નોટિસ આપી છે. જ્યારે રાહુલ ગાંધીની દખલગીરી બાદ સરકાર પર પણ બિલને કોઇપણ ભોગે પાસ કરાવવાનું દબાણ છે. આવામાં સંસદની અંદર સમાજવાદી પાર્ટીના વલણ પર સૌની નજર રહેશે.

English summary
The anti-corruption Lokpal Bill is scheduled for debate in the Rajya Sabha today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X