મુલાયમ: મારી પાસે બહુ ઓછા MLA, સપા કાર્યાલય પર લાગાવ્યા તાળા

Subscribe to Oneindia News

સમાજવાદી પક્ષની અંદર ચાલી રહેલ વિવાદ વચ્ચે મુલાયમ સિંહે ફરીથી આ વિવાદથી પરે નિવેદન આપતા અખિલેશ યાદવનો બચાવ કર્યો. દિલ્હી રવાના થતા પહેલા મુલાયમે કાર્યકર્તાઓને કહ્યુ કે કોઇ પ્રકારનો વિવાદ જ નથી તો સમજૂતી કઇ વાતની થશે. તેમણે કહ્યુ કે અખિલેશ મારો દીકરો છે અને તે જે કરી રહ્યો છે તે બરાબર કરી રહ્યો છે. મુલાયમના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યુ છે કે તે ફરીથી એક વાર સપાની અંદર મચેલા ઘમાસાણને ખતમ કરવા માંગે છે. આના માટે તે અખિલેશ સાથે ચાલી રહેલ તનાવને ઓછો કરવાનો રસ્તો શોધી રહ્યા છે.

mulayam

સપા કાર્યાલયમાં લગાવ્યા તાળા

મુલાયમ સિંહે સપા કાર્યાલય છોડતા પહેલા અખિલેશ યાદવના નામની રાષ્ટ્રીય અધ્યક્ષની નેમ પ્લેટ અને પ્રદેશ અધ્યક્ષની નેમ પ્લેટને હટાવડાવી અને તેની જગ્યાએ પોતાના નામ અને શિવપાલ યાદવની નેમ પ્લેટ લગાવડાવી. દિલ્હી રવાના થતા પહેલા મુલાયમે પક્ષના કાર્યાલયમાં તાળા લગાવડાવી દીધા અને ચાવીઓ પોતાની સાથે લઇને કાર્યાલયમાંથી નીકળી ગયા. પરંતુ અહીં જોવાની વાત એ છે કે જ્યારે મુલાયમ સિંહ સપા કાર્યાલયમાં તાળા લગાવડાવી રહ્યા હતા ત્યારે બહાર અખિલેશ યાદવના સમર્થકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

કાલે થશે ચૂંટણી આયોગ સાથે મુલાકાત

તમને જણાવી દઇએ કે ચૂંટણી આયોગે સપાની અંદરના ઘમાસાણ પર બંને સમૂહોને પાર્ટીની માલિકી અને ચૂંટણી ચિહન પર દાવાને લઇને 9 જાન્યુઆરીએ પોતાનો જવાબ આપવાનું કહ્યુ છે. એક તરફ જ્યાં અખિલેશે તમામ સપા એમએલએ, સાંસદો અને વિધાન પરિષદના સભ્યોની એફિડેવિટ આયોગને સોંપીને પક્ષ પર પોતાનો દાવો કર્યો છે. તો બીજી તરફ મુલાયમ સિંહ અમર સિંહ અને શિવપાલ સાથે મળીને સોમવારે ચૂંટણી આયોગ સાથે મુલાકાત કરી શકે છે. પરંતુ અહીં એ જોવાનું રસપ્રદ રહેશે કે એક તરફ જ્યાં 90% લોકોનું સમર્થન અખિલેશના પક્ષમાં બતાવીને રામગોપાલ યાદવ પહેલા જ પક્ષ પર પોતાનો દાવો કરી ચૂક્યા છે તો મુલાયમ ગ્રુપ કેવી રીતે પોતાનો દાવો મજબૂત કરે છે.

English summary
Mulayam Singh says i have very less mla likely to meet EC tomorrow. He has locked the rooms of SP office in Lucknow
Please Wait while comments are loading...