
18 ઓક્ટોબરે મુંબઈ એરપોર્ટ 6 કલાક માટે બંધ રહેશે, જાણો શું છે કારણ?
મુંબઈ : મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ મેન્ટેનસ માટે 6 કલાક માટે બંધ રહેશે. એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 18 ઓક્ટોબરે સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી એરપોર્ટ નોન-ઓપરેશનલ રહેશે.
એરપોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે, જે આખા વર્ષ દરમિયાન ઝીણવટપૂર્વક આયોજિત રીતે કામ કરી રહ્યું છે. એરપોર્ટને ચાલુ રાખવા માટે CSMIA ની કામગીરી, મંગળવાર ઑક્ટોબર 18, 2022 ના રોજ હાથ ધરાશે, તેના બંને રનવે - RWY 14/32 અને 09/ ને રિપેર અને જાળવણીના કામ માટે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી બંધ કરવાની ફરજ પડી છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, રનવે સર્કલ પર ચોમાસા પછીની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં એજીએલને અપગ્રેડ કરવા અને રનવે 14/32 માટે રનવે એજ લાઇટ્સ ઇન્સ્ટોલ કરવા જેવી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.