For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ બ્રિજ દૂર્ઘટના પર શરૂ થયુ રાજકારણ, કોંગ્રેસે પિયુષ ગોયલનું માંગ્યુ રાજીનામુ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CMST) પાસે એક ફૂટઓવર બ્રિજ પડી ગયો જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે.

|
Google Oneindia Gujarati News

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CMST) પાસે એક ફૂટઓવર બ્રિજ પડી ગયો જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 33 અન્ય ઘાયલ થયા છે. દૂર્ઘટના ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગે બની. આ દૂર્ઘટના બાદ રાજકારણ શરૂ થઈ ગયુ. રાજકીય પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસે મુંબઈમાં એક ફૂટઓવર પુલના પડી જવાની ઘટના પર ગુરુવારે દુખ વ્યક્ત કર્યુ અને કહ્યુ કે વારંવાર બની રહેલી આવી દૂર્ઘટનાઓની જવાબદારી લઈને રેલવે મંત્રી પિયુષ ગોયલે રાજીનામુ આપી દેવુ જોઈએ અથવા તેમને સસ્પેન્ડ કરી દેવા જોઈએ.

mumbai bridge collapse

રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યુ કે મુંબઈ બ્રિજ દૂર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયુ. મારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે. તેમણે કહ્યુ, આશા કરુ છુ કે પ્રશાસન ત્વરિત પગલાં લેશે અને ઘાયલોને તત્કાલ સારવાર ઉપલબ્ધ કરાવશે. તેમણે હાલના અમુક વર્ષોમાં ફૂટઓવર પુલોના પડી જવાની ઘટનાઓનો હવાલો આપીને આરોપ લગાવ્યો કે વારંવાર બની રહેલ દૂર્ઘટના માટે મોદી સરકાર અને મહારાષ્ટ્ર સરકાર જવાબદાર છે. સૂરજેવાલાએ કહ્યુ, 'ઑડિટ સાથે જોડાયેલા રેલવેમંત્રીના મોટા મોટા દાવા વાંરવાર ખોટા સાબિત થયા છે. પિયુષ ગોયલે રાજીનામુ આપી દેવુ જોઈએ કે પછી તેમને સસ્પેન્ડ કરી દેવા જોઈએ.'

વળી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મુંબઈ બ્રિજ દૂર્ઘટનાના શિકાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વળી, પીએમ મોદી અને ભાજપ સરકાર પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યુ કે મુંબઈમાં પુલ પડવાથી ઈજાગ્રસ્ત થયેલા લોકો પ્રત્યે ગાઢ સંવેદના. મુંબઈમાં પુલ પડી જવાની મોટી દૂર્ઘટનાઓ સતત બની રહી છે. આ બુલેટ ટ્રેનવાળી સરકારની નિષ્ફળતા છે. તે પુલોની સેફ્ટી ઑડિટને ગંભીરતાથી નથી લઈ રહી. કદાચ ભાજપ માટે સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી.

AIMIM ના ધારાસભ્ય વારિસ પઠાણે આ દર્દનાક ઘટના માટે સરકારને જવાબદાર ગણાવી છે. પઠાણે કહ્યુ કે સરકાર ઘણા મહિનાઓથી નજરઅંદાજ કરી રહી છે. આ દૂર્ઘટના બેજવાબદારીને કારણે બની છે. આ બ્રિજના રિપેરિંગ માટે ઘણી વાર અપીલ કરવામાં આવી પરંતુ અમારી અપીલને નજરઅંદાજ કરવામાં આવી.

આ પણ વાંચોઃ દીપિકા પાદુકોણે લંડનમાં મેડમ તુસાદમાં કર્યુ પૂતળાનું અનાવરણ, રણવીર જોતા રહી ગયાઆ પણ વાંચોઃ દીપિકા પાદુકોણે લંડનમાં મેડમ તુસાદમાં કર્યુ પૂતળાનું અનાવરણ, રણવીર જોતા રહી ગયા

English summary
mumbai bridge collapse congress demands piyush goyal resign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X