મુંબઇના ડોંગરીમાં 3 માળની બિલ્ડીંગ પડી, 10 લોકોની મોત

Posted By:
Subscribe to Oneindia News

ભારે વરસાદ પછી મુંબઇના ડોંગરી વિસ્તારમાં ત્રણ માળની એક બિલ્ડીંગ પડતા 10 લોકોની મોત થઇ છે. જે. જે. ફ્લાયઓવરની પાસે આવેલી આ બિલ્ડીંગમાં હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જેમાંથી 29 લોકોને કાટમાળ નીચેથી નીકાળવામાં આવ્યા છે. ત્યારે મુંબઇની આ બિલ્ડીંગમાં હજી પણ 10 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા હતી. જે 29 લોકો નીકાળવામાં આવ્યા છે તેમાંથી 15 લોકો ઇજાગ્રસ્ત છે. અને 10 લોકોની મોતના ખબર આવ્યા છે. બિગ્રેડ અને એનડીઆરએફની ટીમ હાલ ત્યાં બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું. 

mumbai

એનડીઆરએફની ટીમ ભીંડી બજારની જે બિલ્ડીંગ પડી છે ઇજાગ્રસ્ત લોકોને બહાર નીકાળીને તેમને પાસેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બિલ્ડીંગ પહેલીથી જ જર્જરીત હાલતમાં હતી. હાલ ફાયર બ્રિગ્રેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. પહેલા મહારાષ્ટ્રના ગામમાં પણ શાળાની ઇમારત પડતા બાળકો ફસાયા હતા. અને ત્રણ બાળકોની મોત થઇ હતી. અને મોટી સંખ્યામાં બાળકો ફસાયા હતા. ત્યારે મુંબઇમાં પડેલા ભારે વરસાદના કારણે મુંબઇનું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. 

English summary
Mumbai: A building collapsed near JJ Junction in Pakmodia street. Many people feared trapped.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.