For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇ હુમલોનો સાક્ષી બનશે આતંકવાદી હેડલી, રાખી એક શરત

By Kalpesh
|
Google Oneindia Gujarati News

હુલોલશ્કર-એ-તોઇબાના પાકિસ્તાની આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી 26/11 હુમલા બાબતે સરકારી સાક્ષી બનવા તૈયાર છે. પરંતુ હેડલીએ 26/11ના હુમલા બદલ ભારત સરકાર માફી આપે તેવી શરત રાખી છે.

David Headey

ડેવિડ હેડલીને અમેરિકામાં પહેલેથી જ દોષિત જાહેર કરી 35 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ગુરુવારે મુંબઇની વિશેષ ટાડા અદાલતમાં હેડલીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર કરવામાં આવ્યો ત્યારે હેડલીએ સરકારી સાક્ષી બનવાની વાત સામે રાખી હતી. પરંતુ આના માટે હેડલીએ સજામાંથી માફીની પણ માંગણી કરી છે.

હેડલી મૂળ અમેરિકી નાગરિક છે અને અત્યારે તે અમેરિકાની જેલમાં કેદ છે. 26/11 મુંબઇ હુમલામાં યોજના ઘડવામાં પોતે પણ સામેલ હોવાનું ડેવિડ હેડલીએ સ્વીકાર્યું હતું. હેડલીને વીડિયો કોન્ફરન્સ દ્વારા જજ જી.એસ. સપનની કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ ઉજ્જવલ નિકમે પણ હેડલી સાક્ષી બનવા માગતો હોવાની વાત કરી હતી. મુંબઇ હુમલાનું પ્લાનિંગ બનાવતી વખતે ડેવિડ હેડલીએ અનેક વખત મુંબઇની મુલાકાત લીધી હતી.

26 નવેમ્બર 2008ના રોજ મુંબઇમાં થયેલા હુમલાએ ભારતને હચમચાવી મુક્યો હતો. આ હુમલામાં કુલ 170 લોકોનાં મોત થયાં હતાં. આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડી લેવામાં આવ્યો હતો, જેને પુણેની જેલમાં ફાંસીએ લટકાવી દેવાયો હતો. જો કે 26/11ની પાકિસ્તાનમાં સુમાવણી દરમિયાન એક સાક્ષીએ અને કસાબના જે-તે સમયના શિક્ષકે કહ્યું કે કસાબ હજુ જીવતો છે અને પાકિસ્તાનમાં જ છે, જ્યારે જરૂર જણાશે ત્યારે તેને કોર્ટમાં હાજર કરી શકાય.

English summary
A local court on Thursday granted pardon to David Coleman Headley, one of the main accused in the 26/11 Mumbai terror attacks case, an accepted him as a prosecution witness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X