For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉન દાઉદની બહેન હસીનાના ફ્લેટની 1.80 કરોડમાં હરાજી, જાણો કોણ હતી હસીના આપા?

સોમવારે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમની બહેન હસીના પારકરના મુંબઈના નાગપાડા વિસ્તારમાં સ્થિત ફ્લેટની 1.80 કરોડમાં હરાજી કરી દેવામાં આવી.

|
Google Oneindia Gujarati News

સોમવારે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમની બહેન હસીના પારકરના મુંબઈના નાગપાડા વિસ્તારમાં સ્થિત ફ્લેટની 1.80 કરોડમાં હરાજી કરી દેવામાં આવી. દાણચોરી અને વિદેશી વિનિમય મનીપ્યુલેટર (સંપત્તિ જપ્ત) કાયદો (SAFEMA) હેઠળ તેને જોડવામાં આવ્યો હતો. જો કે આની પ્રારંભિક કિંમત 1.69 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. હસીના પારકર આ ફ્લેટમાં રહેતી હતી. દેશમાંથી ભાગતા પહેલા દાઉદ ઈબ્રાહીમ પણ આ ફ્લેટમાં રહેતો હતો અને તેના ભાઈ ઈકબાલ કાસકરને 2017માં અહીંથી જ પકડવામાં આવ્યો હતો.

કોણ હતી હસીના પારકર?

કોણ હતી હસીના પારકર?

હસીના પારકર દાઉદની મોટી બહેન હતી જેનું જુલાઈ 2014માં હાર્ટ એટેકથી નિધન થઈ ગયુ હતુ. લેખત જૈદીએ પોતાના પુસ્તક ‘માફિયા ક્વીન'માં હસીના વિશે ઘણા ખુલાસા કર્યા હતા. હસીનાનો દક્ષિણ મુંબઈના ઘણા વિસ્તારોમાં સારો એવો દબદબો હતો. લોકો તેને ‘હસીના આપા' અને ‘અંડરવર્લ્ડ ક્વીન' કહેતા હતા.

કેવી રીતે બની અંડરવર્લ્ડ ક્વીન?

કેવી રીતે બની અંડરવર્લ્ડ ક્વીન?

કહેવાય છે કે હસીનાના પતિ ઈબ્રાહીમ પારકરની હત્યા 1992માં મુંબઈના ગેંગસ્ટર અરુણ ગવળીના શૂટરોએ કરી દીધી હતી. ત્યારબાદ હસીના અને દાઉદે ગવળી સાથે બદલો લેવાનું વિચાર્યુ હતુ. એટલા માટે દાઉદે ગવળી ગેંગ પર હુમલો કર્યો હતો. હસીનાના બે પુત્રો અને એક પુત્રી છે, તેના એક પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ચૂક્યુ હતુ.

1997થી થઈ રહ્યો હતો કબ્જાનો પ્રયાસ

1997થી થઈ રહ્યો હતો કબ્જાનો પ્રયાસ

જે ફ્લેટની આજે હરાજી થઈ છે તે ફ્લેટ પર કબ્જો મેળવવાની કોશિશ સીબીઆઈએ 1997થી શરૂ કરી હતી પરંતુ કેસ અદાલતમાં ચાલી રહ્યો હતો. આ દરમિયાન હસીના અહીંથી પોતાનો વેપાર ચલાવતી રહી. બાદમાં સુપ્રીમ કોર્ટે આ ફ્લેટ પર કબ્જાનો આદેશ આપ્યો હતો.

ફિલ્મ હસીનાઃ ધ ક્વીન ઑફ મુંબઈ

ફિલ્મ હસીનાઃ ધ ક્વીન ઑફ મુંબઈ

હસીના આપાના જીવન પર આધારિત ફિલ્મ હસીનાઃ ધ ક્વીન ઑફ મુંબઈ વર્ષ 2017માં બની હતી. જેનું નિર્દેશન અપૂર્વા લાખિયાએ કર્યુ હતુ અને ફિલ્મના નિર્માતા નાહિદ ખાન હતા. ફિલ્મમાં લીડ રોલ શ્રદ્ધા કપૂરે નિભાવ્યો હતો. જો કે ફિલ્મને બૉક્સ ઑફિસ પર સફળતા મળી નહોતી.

English summary
dawood ibrahim's sister haseena parkar's flat sold for rs.1.80 crore in an auction in safema
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X