મુંબઇ: બજાજ ઇલેક્ટ્રીકલ્સના એમડીના ફ્લેટમાં લાગી આગ, 2 ના દર્દનાક મોત

Subscribe to Oneindia News

મુંબઇના કફ પરેડ એરિયામાં મેકર ટાવરમાં આગ લાગી ગઇ. આ આગ મંગળવારે સવારે આશરે 6.30 વાગ્યા આસપાસ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આગ 20 મા માળે એક રેસિડેંસીયલ ફ્લેટ્માં લાગી હતી.

લોકોને જેવી સૂચના મળી કે તરત જ ચારેબાજુ અફડાતફડી મચી ગઇ. તરત જ ફોન કરીને ફાયર બ્રિગેડને બોલાવામાં આવ્યુ. ફાયર બ્રિગેટે ઘટના સ્થળે પહોંચીને બચાવકાર્ય શરુ કરી દીધુ.

mumbai

સૂચના મળતા જ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 8 ગાડીઓ અને એક એમ્બ્યુલંસ પહોંચી ગઇ હતી. જ્યારે આગ લાગી ત્યારે ઘરની અંદર બે લોકો ફસાઇ ગયા હતા, જેમની ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ.

જણાવવામાં આવી રહ્યું છે કે કફ પરેડ એરિયાના મેકર ટાવર સ્થિત જે ફ્લેટમાં આગ લાગી હતી, તે બજાજ ઇલેક્ટ્રીકલ્સન મેનેજિંગ ડાયરેક્ટર શેખર બજાજનું છે.

હાલમાં આગ કાબુમાં છે અને આ દુર્ઘટનામાં કોઇ પણ દુર્ઘટનાના સમાચાર નથી. આગ લાગવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. તપાસ કરવામાં આવી રહી છે કે છેવટે આગ કેવી રીતે લાગી.

English summary
fire broke in a flat of maker tower in Mumbai
Please Wait while comments are loading...