For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં ભારે વરસાદથી હાલ બેહાલ, નાળામાં વહી ગઈ ત્રણ છોકરીઓ

મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં સ્થિત સાંતાક્રૂઝ ઈસ્ટમાં એક દર્દનાક દૂર્ઘટના બની છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં સ્થિત સાંતાક્રૂઝ ઈસ્ટમાં એક દર્દનાક દૂર્ઘટના બની છે. અહીં સતત વરસી રહેલા વરસાદ બાદ ત્રિમૂર્તિ ચૉલના ત્રણ રૂમ અચાનક વહી ગયા. ત્યારબાદ ચૉલ પાસે ખુલ્લા નાળામાં એક મહિલા અને બે છોકરીઓ વહી ગઈ છે. આ નાળુ તેમના રૂમની બહાર બનેલુ હતુ. અત્યાર સુધી તેમની કોઈ ભાળ મળી શકી નથી. વળી, એક અન્ય છોકરીને બચાવી લેવામાં આવી છે અને તેને ઈલાજ માટે વીએલ દેસાઈ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે. ઘટના સ્થળે રાહત તેમજ બચાવ કાર્ય ચાલી રહ્યુ છે.

mumbai

શહેરમાં હાઈ ટાઈડ બાદથી ભારે વરસાદ પણ થઈ રહ્યો છે. અહીં સમુદ્રની લહેરો 4.51 મીટર સુધીની ઉંચાઈ સાથે ઉઠી રહી છે. ભારે વરસાદના કારણે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. માછીમારોને સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. વળી, જે લોકો સમુદ્રની પાસે રહે છે તેમને ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યુ છે. લોઅર પરેલ, દાદ, હિંદમાતા, ચેમ્બુર, અંધેરી, સાંતાક્રૂઝ સહિત ઘણા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરેલુ છે. જેના કારણે હવામાન વિભાગે આવતા 24 કલાક દરમિયાન વરસાદની ચેતવણી જારી કરી દીધી છે.

આઈએમડીએ કહ્યુ છે કે આ વિસ્તારોમાં 24 કલાક સુધી 204.5 મિમીથી વધુ વરસાદ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે ભારે વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા જેનાથી ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયા હતા માટે બીએમસીએ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે અને કહ્યુ છે કે જરૂર વિના લોકો ઘરોમાંથી બહાર ન નીકળે. આ ઉપરાંત સતત થઈ રહેલ આ વરસાદના કારણે લોકોની અવરજવરમાં ખાસી મુશ્કેલી થઈ રહી છે. મુંબઈ શહેર અને ઉપનગરોના વિવિધ ભાગોમાં ઓછામાં ઓછા 8 માર્ગો પર બેસ્ટ બસ સેવાઓ ડાયવર્ટ કરી દેવામાં આવ છે. પશ્ચિમી લાઈન સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. કુર્લા અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) દરમિયાન બંદરગાહ લાઈન બંધ થઈ ગઈ છે. કેન્દ્રીય લાઈન પર ટ્રેનો ધીમી ગતિથી ચાલી રહી છે.

રાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિઃ ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસનુ મોટુ નિવેદનરાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહિઃ ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસનુ મોટુ નિવેદન

English summary
Mumbai heavy rainfall: Three girls missing after fell in open drain in santacruz east.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X