મુંબઇ : લંડન ટેક્સી બારના ટોપ ફ્લોરમાં લાગી આગ, 15ના મોત

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇમાં એક મોટો અકસ્માત ગુરુવારે મોડી થયો છે. મુંબઇના કમલા મિલ કમ્પાઉન્ડ સ્થિત લંડન ટેક્સી બારમાં ભીષણ આગ લાગી જેમાં 15 લોકોની મોત થઇ છે. આ ઘટનામાં ઇજાગ્રસ્તોની પણ સંખ્યા મોટી છે. આગ લંડન ટેક્સી બારના ટોપ ફ્લોર પર લાગી હતી. જેમાં 11 મહિલાઓ અને 4 પુરુષોની મોત થઇ છે. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરીને તેમની સારવાર આપવામાં આવી રહી છે. સાથે જ લંડન ટેક્સીનું ટેરેસ બાર લગભગ પૂરી રીતે બળીને ખાખ થઇ ગયું છે. આગને ઓલવવા માટે 8 ફાયર બ્રિગ્રેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.

mumbai

જો કે આગ લાગવાનું કારણ હજી જાણવા નથી મળ્યું. પણ KEM હોસ્પિટલમાં 21 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. અને કેડી હોસ્પિટલમાં પણ 10 થી 15 ઇજાગ્રસ્તોને લાવ્યા હોવાની પુષ્ઠિ થઇ છે. આ ઘટનાની જાણકારી મળ્યા પછી બીએમસી આયુક્ત અજય મેહતા અને મનપા અતિરિક્ત આયુક્ત આઇ.એ.કુંદન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રશાસને આ વિષય પર સંપૂર્ણ તપાસ અને ન્યાય કરવાની વાત કરી છે. ત્યારે આગનો ભોગ બનનાર લોકોનું કહેવું છે કે તેમણે કદી પણ આટલી ભયાનક આગ નથી જોઇ. ત્યારે 15 લોકોની મોત પછી નવા વર્ષ પહેલા મુંબઇની આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.

English summary
Mumbai: Major fire breaks out at Kamala Mills, 15 dead. Read more on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.