For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇની 22 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ, હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યૂ ઓપરેશન

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 19 જુલાઇ: મુંબઇના અંધેરી વેસ્ટ વિસ્તારમાં એક 22 માળની ઇમારતમાં આગ લાગી ગઇ. આગ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર લાગી. આગ લાગવાની ખબર મળતા જ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની 12 ગાડિયો પહોંચી ગઇ અને આગ ઓલવવામાં લાગી ગઇ હતી. તાજી માહિતી અનુસાર બચાવ કામગીરી દરમિયાન એક ફાયરબ્રિગેડના જવાનનું મોત નિપજ્યું છે જ્યારે 11 ઘાયલ થયા છે.

મુંબઇના અંધેરી વેસ્ટ વિસ્તારમાં સ્થિત લોટસ બિઝનેસ પાર્કમાં આલગ લાગી ગઇ છે. આગ બિલ્ડિંગના 21માં અને 22માં માળે લાગી. ફાયર બ્રિગેડની 12 ગાડીઓ આગ ઓલવવાનું કામ કરી રહી છે, પરંતુ ઉંચાઇના પગલે આગ ઓલવવામાં ખૂબ જ જહેમત ઉઠાવી પડી રહી છે.

જાણકારી અનુસાર આ ઇમારતમાં ઘણી કોર્પોરેટ ઓફિસ અને કંપનીઓ છે. આગ લાગ્યા બાદ તુરંત આસપાસના વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. આગ ધીરે-ધીરે ઇમારતના બીજા ફ્લોર પર પણ ફેલતી જઇ રહી છે. આગ કેવી રીતે લાગી તેની હજી સુધી કોઇ જાણકારી મેળવી શકાઇ નથી. ફાયર બ્રિગેડના જવાનોના જણાવ્યા અનુસાર બિલ્ડિંગમાં કોઇ ફસાયું નથી.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ આગ બિલ્ડિંગના ટોપ પર આવેલા રેસ્ટોરંન્ટ કે કેન્ટિનમાં લાગી હોવાનું મનાઇ રહ્યું છે. જોકે કશુક બળતુ હોવાની ગંધ સવારે જ આવતી હતી પરંતુ કોઇએ તેને ગણકાર્યું નહીં. અને છેલ્લે ભીષણ આગનું સ્વરૂપ પગડતા આખી ઇમારત ખાલી કરી દેવામાં આવી અને ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરી દેવામાં આવી. જોકે હજી સુધી આ ઘટનાનામાં કોઇ પણ જાનહાની થવાના સમાચાર મળ્યા નથી.

બચાવકામગીરી માટે ફાયરબ્રિગેડના જવાનો બિલ્ડિંગની ઉપર ગયા હતા, જ્યાં તેઓ પોતે ફસાઇ ગયા હતા, તેમને હેમખેમ બહાર લાવવા માટે હેલિકોપ્ટરથી બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તાજી માહિતી અનુસાર બચાવ કામગીરી દરમિયાન એક ફાયરબ્રિગેડના જવાનનું મોત નિપજ્યું છે જ્યારે 11 ઘાયલ થયા છે.

આગની લપટો

આગની લપટો

મુંબઇમાં અંધેરીમાં આવેલી લોટસ નામના કોમર્સિયલ બિલ્ડીંગમાં ભીષણ આગલ લાગી હતી.

આગે ધારણ કર્યું વરવું રૂપ

આગે ધારણ કર્યું વરવું રૂપ

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ આગ બિલ્ડિંગના ટોપ પર આવેલા રેસ્ટોરંન્ટ કે કેન્ટિનમાં લાગી હોવાનું મનાઇ રહ્યું છે. જોકે કશુક બળતુ હોવાની ગંધ સવારે જ આવતી હતી પરંતુ કોઇએ તેને ગણકાર્યું નહીં. અને છેલ્લે ભીષણ આગનું સ્વરૂપ પગડતા આખી ઇમારત ખાલી કરી દેવામાં આવી અને ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરી દેવામાં આવી.

હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન

હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન

ભીષણ આગના પગલે હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન

ભારે નુકસાનની આશંકા

ભારે નુકસાનની આશંકા

ભીષણ આગના કારણે આ કોમર્સિયલ બિલ્ડિંગમાં ભારે નુકસાન થયું હોવાની આશંકા છે.

આગની સમગ્ર ઘટના જુઓ વીડિયોમાં...

આગની સમગ્ર ઘટના જુઓ વીડિયોમાં...

English summary
Mumbai: Major fire breaks out in commercial building in Andheri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X