• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આજથી મુંબઇ મેટ્રોનો આરંભ; મુંબઇ મેટ્રો અંગે જાણવા જેવી 10 બાબતો

|

મુંબઇ, 8 જૂન : દેશની રાજધાની અને માયાનગરી મુંબઇમાં બહુપ્રતિક્ષિત મુંબઈ મેટ્રો ટ્રેન સેવાનો આજે બપોરથી શુભારંભ કરવામાં આવી રહ્યો છે. આજે સવારે 10.16 વાગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે પ્રથમ મેટ્રો રેલ સેવાને વર્સોવાથી ઘાટકોપર વચ્ચે લીલીઝંડી આપીને દોડાવી. જોકે જાહેર જનતા માટે આ સેવા બપોરે 1 વાગ્યાથી શરૂ થવાની છે.

મુંબઈ મેટ્રોનો પ્રથમ તબક્કો વર્સોવાથી અંધેરી અને ઘાટકોપરનો છે. આ 11.40 કિલોમીટર લાંબો પ્રવાસ માત્ર 21 મિનિટમાં પૂરો થશે. મેટ્રો સેવાનો આ પહેલો તબક્કો શરૂ થવાથી ઉપનગરીય ટ્રેન સેવા પરનો બોજો મહદ્દઅંશે હળવો થશે જેમાં દરરોજ આશરે 70 લાખ લોકો પ્રવાસ કરે છે.

મહારાષ્ટ્ર સરકાર હસ્તકની એમએમઆરડીએ સંસ્થાએ ટિકિટના દર વધારા મામલે ઓપરેટર કંપની મુંબઈ મેટ્રો વન પ્રા.લિ. સામે કોર્ટમાં કેસ કર્યો છે. મુંબઇ મેટ્રો સેવાના ટિકિટના ભાડા અંગે સર્જાયેલા વિવાદ બાદ છેવટે લઘુત્તમ રૂપિયા 10ના ભાડા સાથે સેવા શરૂ થઇ રહી છે.

ઈશાન મુંબઈમાં ભાજપના સંસદસભ્ય કિરીટ સોમૈયાએ એવી ધમકી આપી હતી કે જો મેટ્રો સેવાનો તત્કાળ આરંભ નહીં કરાય તો અમે બળપૂર્વક સેવાનું ઉદઘાટન કરી દઈશું. આ ધમકીને પગલે સત્તાવાળાઓએ આ સેવાને આજથી શરૂ કરી દેવાનું નક્કી કર્યું છે

મેટ્રોના ટિકિટ દર મામલે વિવાદ થયો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે જ વિરોધ કર્યો છે. ચવ્હાણની દલીલ છે કે મેટ્રો પ્રશાસને ટિકિટના જે દર નક્કી કર્યા હતા તે રાખવા જોઈએ. સરકાર કોઈ પણ સંજોગોમાં ટિકિટના દર વધારવા દેશે નહીં.

વર્ષો સુધી રખડી ગયેલા અને અનેક વખત ડેડલાઈન ચૂકી ગયેલી તેમજ વિવિધ પ્રકારના સુરક્ષા સર્ટિફિકેટો મેળવવાની રાહ જોવાના કારણે અટવાયેલી મુંબઈ મેટ્રો સેવા પ્રોજેક્ટ આખરે આજે બપોરે 1 વાગ્યાથી જાહેર જનતા માટે શરૂ થઈ જવાની છે.

મેટ્રો ઓથોરિટી સંસ્થા મુંબઈ મેટ્રો વન પ્રા.લિ. (MMOPL)નો નિર્ણય છે કે પહેલા એક મહિના માટે મેટ્રો પ્રવાસનું મિનિમમ ટિકિટ ભાડું (વન-વે) રૂપિયા 10 રહેશે જ્યારે મહત્તમ ભાડું રૂપિયા 40 છે.

ટિકિટના દર મામલે રિલાયન્સ હસ્તકની MMOPL અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે વિવાદ છે. ટિકિટના દર વધારવાનો રિલાયન્સનો જવાબ અમને જરાય ગળે ઉતર્યો નથી. અગાઉ નક્કી થયું હતું કે ટિકિટના દર રૂપિયા 9, 11 અને 13 રહેશે. જ્યારે રિલાયન્સ રૂપિયા 10, 20, 30 અને 40 રાખવા માગે છે. સરકારે આની સામે કોર્ટમાં અરજી કરી છે.

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મુંબઇ મેટ્રો સેવા પર દર ચાર મિનિટે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મુંબઇ મેટ્રો સેવા સવારે 5.30 વાગ્યાથી રાત્રે 12.00 વાગ્યા સુધી કાર્યરત રહેશે.

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

પહેલા એક મહિના માટે મેટ્રો પ્રવાસનું મિનિમમ ટિકિટ ભાડું (વન-વે) રૂપિયા 10 રહેશે જ્યારે મહત્તમ ભાડું રૂપિયા 40 છે.

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મુસાફરોને ટ્રેનની ટિકિટ ઉપરાંત સ્માર્ટ કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષા અને સુવિધા માટે સ્ટેશન્સ પર એક્સલરેટર અને સિક્યુરિટી સિસ્ટમ છે.

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મેટ્રો ટ્રેન સોમવારથી દરરોજ 270-280 ફેરી કરશે. જેમાં આશરે 11 લાખ લોકો મુસાફરી કરશે.

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

દરેક કોચની ક્ષમતા 375 મુસાફરો માટેની છે. જ્યારે આખી ટ્રેન દોઢ હજાર લોકોને સફર કરાવી શકશે.

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

ચાર મહિના પહેલા મુંબઈમાં ચેંબૂર અને વડાલા વચ્ચે મોનોરેલ સેવા શરૂ કરવામાં આવી હતી જે દેશમાં આ પ્રકારની પહેલી જ રેલવે છે.

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

MMOPL દ્વારા મેટ્રો એક્ટ 2009 મુજબ મુંબઇ મેટ્રોનું સંચાલન કર્યું છે.

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મુંબઇ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કિંમત રૂપિયા 2,356 કરોડથી વધીને રૂપિયા 4,321 સુધી પહોંચી ગઇ છે.

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મુંબઇ મેટ્રોની 10 જાણવા જેવી વાતો

મુંબઈ મેટ્રોનો પ્રથમ તબક્કો વર્સોવાથી અંધેરી અને ઘાટકોપરનો છે. આ 11.40 કિલોમીટર લાંબા પ્રથમ તબક્કા પર વર્ષ 2007માં કામ શરૂ કરવામાં આવ્યું હતું.

English summary
Mumbai Metro services start today; 10 things you must know about Mumbai Metro.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X