For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીની પુત્રીને રેપની ધમકી આપનાર પકડાયો

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર મુખ્ય આરોપી ગિરીશની આજે ધરપકડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર મુખ્ય આરોપી ગિરીશની આજે ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલિસે તેને અમદાવાદથી પકડ્યો છે. સમાચાર છે કે તેની ધરપકડ કરવા માટે દિલ્હી અને મુંબઈ બંનેની પોલિસ અમદાવાદ પહોંચી હતી પરંતુ અંતમાં મુંબઈ પોલિસે તેને પકડી લીધો. તમને જણાવી દઈએ કે આરોપીએ પ્રિયંકા ચતુર્વેદીની 10 વર્ષની પુત્રીનો બળાત્કાર કરવાની ધમકી આપી હતી. જેના પર પ્રિયંકાએ આરોપી સામે કાર્યવાહીની માંગ કરતા મુંબઈ પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી.

priyanka

આ મામલે બુધવારે જ ગૃહ મંત્રાલયના નિર્દેશ પર મુંબઈ પોલિસે આઈટી એક્ટ POCSO હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે ગૃહ મંત્રાલયે ટ્વિટર ઈન્ડિયાને તે એકાઉન્ટનું વિવરણ આપવા કહ્યુ હતુ જેનાથી પ્રિયંકાને ધમકી આપવામાં આવી હતી. પ્રિયંકા ચતુર્વેદીને મધ્યપ્રદેશના મંદસૌર મામલે વાયરલ થઈ રહેલા એક નકલી મેસેજ અંગે આ ધમકી આપવામાં આવી હતી.

કોંગ્રેસના ઘણા નેતાઓએ પ્રિયંકાના સામે ટ્વિટર પર થયેલા આ અભદ્ર વ્યવહારની નિંદા કરતા પક્ષના પોતાના સહયોગી પ્રત્યે એકતા દર્શાવી હતી. આ પહેલા ટ્રોલના આપત્તિજનક ટ્વિટને રિટ્વિટ કરતા પ્રિયંકાએ કહ્યુ હતુ કે ભગવાન રામના નામે ટ્વિટર હેન્ડલ ચલાવીને પહેલા તો મારુ ખોટુ નિવેદન નાખો છો, પછી મારી દીકરી વિશે અભદ્ર ટીપ્પણી કરો છો, કંઈક શરમ હોય તો ઢાંકણીમાં પાણી લઈની ડૂબી મરો, નહિતર ભગવાન રામ જ આનો પાઠ ભણાવશે તારા જેવા નીચ વિચારવાળા વ્યક્તિને.

English summary
Mumbai Police arrests a man from Ahmedabad, on charges of threatening Congress spokesperson Priyanka Chaturvedi via Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X