મુંબઇમાં એકાંતમાં બેસેલા પ્રેમી યુગલ પર હશે પોલીસની નજર

પોલીસનું કહેવું છે કે એકાંતમાં બેસેલા પ્રેમી યુગલ બદમાશો, રેપિસ્ટ અને હત્યારાઓના શિકારી હોઇ શકે છે, તેથી આવા પ્રેમી યુગલો પર કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મુંબઇમાં સમુદ્રના કિનારે તમામ સ્થાનો પર પથ્થરોની આડમાં પ્રેમી યુગલોને બેસેલા સહેલાયથી જોઇ શકાય છે.
ઘણી વખત આ યુગલો બદમાશોના શિકાર થઇ જાય છે, તો ઘણી વખત તેમની કિમતી વસ્તુઓ છીનવીને ફરાર જઇ જાય છે. દિલ્હી ગેંગરેપની ઘટનાને ધ્યાનમાં રાખીને મુંબઇ પોલીસે તમામ પોલીસ મથકોમાં આ સર્ક્યુલર જારી કરી દીધો છે અને સખત કાર્યવાહીનો આદેશ આપ્યો છે.
મુંબઇમાં ગીરગાંવ ચૌપાટી, વર્લી સી-ફેસ, મરીન ડ્રાઇવ, દાદર ચૌપાટી, બાન્દ્રા બેન્ડ સેન્ટેન્ડ, જૂહુ ચૌપાટી, વર્સોવા બીચ, આક્સા બીચ, મડ આઇલેન્ડ, ગોરાઇ બીચ અને મનોરી જેવા સ્થળો છે, જ્યાં પ્રેમી યુગલને જોઇ શકાય છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા સામૂહિક બળાત્કારની એક ઘટના સામે આવી હતી. બદમાશોએ એકાંતમાં બેસેલા પ્રેમી યુગલોને બંધક બનાવી લીધું હતું અને યુવતી સાથે 10 લોકોને સામૂહિક બળાત્કાર કર્યો હતો.












Click it and Unblock the Notifications
