For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos: વરસાદમાં દેખાઇ મુંબઇની માણસાઇ, લોકોએ કરી લોકોની મદદ

મુંબઇમાં ભારે વરસાદની વચ્ચે પણ મુંબઇગરાઓની ઉદારતા નજરે પડી. તસવીરોમાં જુઓ કેવી રીતે મુંબઈના લોકોએ એક બીજાને કરી મદદ. કોઇએ બિસ્કીટ વેચ્યા તો કોઇએ પાણી.

|
Google Oneindia Gujarati News

મુંબઇ એક સતત ભાગતું શહેર છે. ત્યાં કોઇને કોઇની માટે ટાઇમ નથી તેવું કહેવાય છે પણ જ્યારે જ્યારે કુદરતી આપદા જેવી કે ભારે વરસાદ કે બોમ્બ બ્લાસ્ટ જેવી કોઇ મોટી ઘટના થાય છે. ત્યારે ત્યારે મુંબઇગરાઓની અનોખી માણસાઇ આંખે ઉડીને આવે છે. મુંબઇ ભલે સતત ભાગતું શહેર હોય પણ જે લોકો મુંબઇમાં રહ્યા હશે તે એક વાત ચોક્કસથી સ્વીકારશે કે મુંબઇ શહેરમાં લોકોમાં માણસાઇની કોઇ ખોટ નથી. આ પહેલાના વરસાદમાં પણ લોકો જ લોકોની મદદે આવ્યા હતા અને આ વખતે પણ સતત વરસી રહેલા ભારે વરસાદની વચ્ચે પણ મુંબઇગરાની માણસાઇ સ્પષ્ટ જોવા મળી. ક્યાં લોકોએ રસ્તા પર ઊભા રહી બિસ્કીટ વેચ્યા તો ક્યાંક કોઇને કોઇને રાત રોકવવા માટે સહારો આપ્યો. જાણો ભારે વરસાદ વચ્ચે પણ મુંબઇગરાની માણસાઇની આવી જ કેટલીક સત્ય ઘટનાઓ....

દાદર પર વેચ્યા બિસ્કિટ

દાદર મુંબઇનું સેન્ટર માનવામાં આવે છે. અહીંથી જ તમામ ટ્રેનો અગલ અગલ દિશાઓમાં જતી આવતી રહેતી હોય છે. ત્યારે દાદર ખાતે સ્થાનિકો ચાર રસ્તે ફસાયેલા અને જરૂરિયાતમંદ લોકોને બિસ્કીટ વેચ્યા હતા. નોંધનીય છે કે અનેક લોકો લોકલ ટ્રેન રદ્દ થતા અહીં જ ફસાયા હતા.

ફાયર બ્રિગ્રેડ

ફાયર બ્રિગ્રેડ

મુંબઇના પ્રશાસન તંત્રએ પણ લોકોની મદદ કરવાનો બનતો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગ્રેડના જવાનો આ તસવીરમાં ભારે વરસાદના કારણે અટકાયેલી લોકલ ટ્રેનના યાત્રીઓને ઉતારવાનું કામ કરી રહી છે. અને તેમને સહી સલામત સ્થળે ખસેડી રહી છે.

લાલબાગ ચા રાજા

લાલબાગ ચા રાજા

લાલ બાગના રાજાને ત્યાં હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો હોવાના કારણે ભારે ભીડ હોય છે. ત્યારે ભારે વરસાદ બાદ અહીં પણ મોટી સંખ્યામાં લોકો ફસાયા હતા. ત્યારે મંડળ સ્થિતની ગંભીરતાને સમજી ફસાયેલા લોકોને ખાવાનું આપ્યું હતું. જે ખરેખરમાં પ્રશંનીય કહેવાય.

ભારતીય નેવી

ભારતીય નેવી

જ્યાં મદદ કરવાની વાત હોય ત્યાં ભારતીય સેના કે નેવીનો નામ ન આવે તેવું ક્યાંથી બને! ભારતીય નેવી દ્વારા પણ અનોખો અભિગમ અપનાવીને પરેલ સમેત મુંબઇના કેટલાક વિસ્તારોમાં ફસાયેલા લોકોને સવારે નાસ્તો આપવામાં આવ્યો હતો. જે ખરેખરમાં પ્રસંશનીય છે. આમ ફરી એક વાર ભારે વરસાદમાં મુંબઇગરાએ પોતા જ એક બીજાને મદદ કરી મુશ્કેલીનો સામનો કર્યો હતો.

English summary
Mumbai Rain : Photos of how mumbai people help each other in this tough time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X