For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'તૌકતે' વાવાઝોડાની સંભાવનાને પગલે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવ્યાઃ મુંબઈ મેયર

વાવાઝોડાથી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશની સંભાવનાના પગલે મુંબઈમાં એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કોરોના મહામારી વચ્ચે ભારતમાં બીજી એક તબાહી દસ્તક દેવા જઈ રહી છે જેનુ નામ છે તૌકતે વાવાઝોડુ. અરબ સાગરમાં ઉઠનાર તૌકતે વાવાઝોડાની વ્યાપર અસર જોવા મળી શકે છે. ભારતના દરિયાકાંઠાના ઘણા વિસ્તારો ચેન્નઈ, તિરુવનંતપુરમ, કોચ્ચિ, બેંગલુરુ, મુંબઈ, પૂણે, ગોવા અને ગુજરાત આનાથી ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. વાવાઝોડાથી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશની સંભાવનાના પગલે મુંબઈમાં એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યુ કે, 'અમને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યુ છે કે 15 અને 16 મેના રોજ વાવાઝોડુ અમને પ્રભાવિત કરી શકે છે. માટે અમે દરિયાકાંઠાના વિસ્તારોમાં કામ કરી રહ્યા છે. વાવાઝોડાથી પ્રભાવિત થનાર સંભવિત વિસ્તારોને અમે ખાલી કરાવી રહ્યા છે.'

mumbai mayor

તેમણે આગળ કહ્યુ કે, 'બધા કોવિડ કેર સેન્ટરોને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યુ છે, જરુર પડવા પર દર્દીઓને અન્ય સ્થળોએ શિફ્ટ કરવામાં આવી શકે છે. બપોર સુધી અમારી પાસે આ અંગે દર્દીઓને શિફ્ટ કરવાના છે કે નહિ. અમે સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. મુંબઈના મેયરે આગળ કહ્યુ કે કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિને નિપટવા માટે સમુદ્ર તટે 100 જીવનરક્ષકોની તૈનાતી કરવામાં આવી છે. અગ્નિશામક વિભાગને પણ તૈયાર રહેવા જણાવાયુ છે. આજે અને કાલે વર્લી સી લિંકને અવરજવર માટે બંધ રાખવામાં આવશે.'

કોરોનાની બીજી લહેર વધુ જાનલેવા, ભારતમાં સ્થિતિ ચિંતાજનકઃ WHOકોરોનાની બીજી લહેર વધુ જાનલેવા, ભારતમાં સ્થિતિ ચિંતાજનકઃ WHO

તેમણે આગળ કહ્યુ કે વાવાઝોડાને જોતા આજે અને કાલે બધી સરકારી હોસ્પિટલોમાં રસીકરણનુ કામ બંધ રહેશે. જો કે 2-3 ખાનગી હોસ્પિટલો રસીકરણ માટે ખુલ્લા રહેશે. અમારુ ધ્યાન એ લોકો પર છે જેમને કોરોનાનો બીજો ડોઝ લગાવવાનો છે. વૃદ્ધો અને જે લોકોને કોઈ બિમારી છે એવા લોકો પણ અમારી પ્રાથમિકતામાં શામેલ છે.

English summary
Mumbai's coastal areas are being evacuated due to the possibility of storm - Mumbai Mayor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X