For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં કોરોના દર્દીઓથી હોસ્પિટલો ફૂલ, બે ફાઈવ સ્ટાર હોટલોમાં શરૂ થયો ઈલાજ

રાજધાની મુંબઈની ફાઈવ સ્ટાર હોટલોમાં પણ કોરોના દર્દીઓનો ઈલાજ કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દેશમાં કોરોના મહામારીએ વિકરાળ રૂપ લઈ લીધુ છે જ્યાં ગુરુવારે બધા રેકૉર્ડ તૂટી ગયા અને 2 લાખથી વધુ દર્દી પૉઝિટીવ મળ્યા. આવનારા દિવસોમાં આ સંખ્યા હજુ વધી શકે છે. વર્તમાન સમયમાં મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે જ્યાં હવે હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને ઑક્સિજન ખૂટી ગયા છે. જેના કારણે સરકાર અને બીએમસીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જે હેઠળ હવે રાજધાની મુંબઈની ફાઈવ સ્ટાર હોટલોમાં પણ કોરોના દર્દીઓનો ઈલાજ કરવામાં આવશે.

coronabeds

બીએમસી અધિકારીઓએ ગુરુવારે જણાવ્યુ કે શહેરની બે ફાઈવ સ્ટાર હોટલોને ખાનગી હોસ્પિટલો તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ બંનેમાં 42 બેડ ઉપલબ્ધ હશે. અત્યારે આ હોટલોમાં એ દર્દીઓનો ઈલાજ થશે જેને હળવા લક્ષણો છે પરંતુ તે પહેલા ડૉક્ટરોની સલાહ લેવી જરૂરી છે. આ હોટલોમાં બીએમસી તરફથી રાઉન્ડ ધ ક્લૉક ડૉક્ટર, ચિકિત્સાકર્મી અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જે આજે એટલે કે ગુરુવારે કામ કરવા લાગશે.

બીએમસીએ પોતાના આ આદેશમાં આ હોટલોના રેટ પણ નક્કી કર્યા છે. જે હેઠળ એક દિવસના 4000 રૂપિયા લેવામાં આવશે જેમાં બેડ સાથે જમવાનો ખર્ચ પણ શામેલ હશે. વળી, જે દવાઓ, ઑક્સિજન વગેરે લાગશે તેના મમાટે વધુ ચાર્જ આપવો પડશે. જો એક જ પરિવારના બે લોકો પૉઝિટીવ હોય તો તે ટ્વિન શેરિંગ કરી શકે છે. જેના માટે એક દિવસનો ચાર્જ 6000 રૂપિયા હશે. આવનારા દિવસોમાં અન્ય હોટલોને પણ આમાં જોડવામાં આવશે.

278 દર્દીના મોત

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,952 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ 27 દર્દીના મોત થયા છે. જેના કારણે મુંબઈના 98 ટકા દર્દી આઈસીયુ બેડ્ઝ અને વેંટિલેટર ભરાઈ ગયા છે. બીએમસીના જણાવ્યા મુજબ તેમની યોજના અત્યારે 2000 બેડ્ઝ વધારવાની છે. આમાં આઈસીયુ ઉપરાંત ઑક્સિજન બેડ્ઝ પણ શામેલ છે.

રાહુલ ગાંધીએ રસીકરણ ઉત્સવને ગણાવ્યો ઢોંગરાહુલ ગાંધીએ રસીકરણ ઉત્સવને ગણાવ્યો ઢોંગ

English summary
Mumbai: Two Five stars hotels converted into corona hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X