
દુષ્યંત હત્યાકાંડઃ’કાતિલ હસીના’ને હતો મોંઘી દારૂનો શોખ, ઐયાશી માટે પૈસાદાર યુવકોને ફસાવતી
રાજસ્થાનના જયપુરના બહુચર્ચિત દુષ્યંત અપહરણ-હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસે આ કેસમાં પ્રિયા શેઠ નામની યુવતીની ધરપકડ કરી છે. પ્રિયાએ આ આખા હત્યકાંડને ડેટિંગ એપ (ટિન્ડર) દ્વારા અંજામ આપ્યો હતો. પ્રિયાએ પહેલા દુષ્યંતને પોતાના પ્રેમની જાળમાં ફસાવ્યો. પછી શારિરીક સંબંધ બનાવ્યા અને બ્લેકમેલ કરીને કિડનેપ કર્યો. પ્રિયાયે દુષ્યંતને છોડવા માટે 10 લાખ રૂપિયાની ખંડણી માગી. દુષ્યંતના પિતાએ ત્રણ લાખ રૂપિયા પ્રિયાના અકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કર્યા, છતાંય પ્રિયાએ પોતાના બે સાથીદારો સાથે દુષ્યંતની હત્યા કરીને, ડેડબોડીને એક સૂટકેસમાં ભરી ઠેકાણે પાડી દીધી. આ તો હતી હત્યાની કહાની, પરંતુ પ્રિયાની લાઈફ સ્ટાઈલ વિશે જાણશો તો તમારી આંખો ખુલ્લી રહી જશે. આ 'કાતિલ હસીના’ બ્રાંડેડ કપડા, વિદેશી પરફ્યુમ અને મોંઘી દારૂની શોખીન છે. તમને કદાચ વિશ્વાસ નહીં થાય પરંતુ પ્રિયા સુંદર દેખાવા માટે પોતાની જાત પર મહિને દોઢ લાખનો ખર્ચ કરતી હતી.

પૈસાદાર યુવકોને ફસાવી, એશ કરતી પ્રિયા
પ્રિયા પોતાના બોયફ્રેન્ડ દીક્ષાંત કામરા સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી. દીક્ષાંત અમીર યુવાનોને ટાર્ગેટ કરતો, અને પ્રિયા તેને પોતાના હુસ્નની જાણમાં ફસાવી પૈસા પડાવતી. આ પૈસાથી જ બંને જણ એશ કરતા હતા. આ બંનેની ઐયાશી એટલી હદ સુધીની હતી કે પોલીસે દીક્ષાંત પાસેથી 80 હજાર રૂપિયાના બૂટ કબજે કર્યા છે. ચોંકાવનારી વાત એ છે કે પ્રિયા અત્યાર સુધીમાં લગભગ 1.25 કરોડ રૂપિયા પડાવી ચૂકી છે, પરંતુ મોંઘા શોખને કારણે તેમનું બેન્ક બેલેન્સ ઝીરો છે.

કિમતી શરાબ અને વિદેશી સિગરેટની શોખીન છે પ્રિયા
પોલીસની પૂછપરછમાં પ્રિયાએ સ્વીકાર્યું છે કે તે મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા દ્વારા પૈસાદાર લોકોને ફસાવતી અને પછી રૂપિયા પડાવીને ફરાર થઈ જતી. પ્રિયાને મોંઘા પરફ્યુમ, કપડા અને બ્યુટી પ્રોડક્ટ્સ વાપરવાનો શોખ છે. પ્રિયા કિમતી સિગરેટ પીતી હતી, પ્લેનમાં મુસાફરી કરતી. તેનો એક મહિનાનો ખર્ચ જ 1.50 લાખ રૂપિયા છે.પ્રિયા શેઠ 2012-13માં ગેરકાનૂની કામો કરી રહી છે. પ્રિયા એક NRI પાસેથી 60 હજારનો મોબાઈલ પડાવી ચૂકી છે, બાદમાં તેણે તેનો નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધો હતો.

શું છે પ્રિયાનો ઈતિહાસ, કેવી રીતે બની દલાલ
પ્રિયાએ પોલીસને આપેલી માહિતી મુજબ 2011માં તેણએ માનસરોવરની એક કોલેજમાં એડમિશન લીધું હતું. એક વર્ષ બાદ પાર્ટ ટાઈમ જોબની જાહેરાત જોયા બાદ તેની મુલાકાત એક શખ્સ સાથે થઈ હતી. આ શખ્સે તેને ફ્લેટ ભાડે રાખી તેમાં યુવતીઓ અને ગ્રાહકો મોકલવાનું કહ્યું હતું. અને એક યુવતીની કમાણીના 10 ટકા આપવાનું નક્કી કર્યું હતું. ત્યારે ફ્લેટ ભાડે રાખીને પ્રિયાએ આ ગેરકાનૂની ધંધામાં ઝુકાવ્યું. એક વખત શ્યામનગર પોલીસ પ્રિયાને પકડી ચૂકી છે, ત્યાર બાદ તે જગ્યા બદલીને કામ કરતી હતી.

વેશ્યાવૃત્તિ માટે સપ્લાય કરતી હતી છોકરીઓ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પ્રિયા વેશ્યાવૃત્તિ માટે છોકરીઓ ઉપલબ્ધ કરાવતી હતી. અન્ય રાજ્યોમાંથી પણ યુવતીઓ સપ્લાય કરતી હતી. પ્રિયા કેટલાક કુખ્યાત દલાલો સાથે પણ સંપર્કમાં છે. પ્રિયા પોતે મોટા પૈસાદારોને ફસાવતી અને મોટી રકમ પડાવીને ભાગી જતી. વૈશ્યાવૃત્તિ સાથે જોડાયેલી કેટલીય સુંદર યુવતીઓના ફોટા પ્રિયાના મોબાઈલમાં છે.

આવી રીતે ફસાવતી હતી શિકાર
મળતી માહિતી મુજબ પ્રિયાએ ગ્રાહકો ફસાવવા વેબસાઈટ બનાવી હતી. આ વેબસાઈટ પર સંપર્ક કરનાર લોકો સાથે મળીને પ્રિયા પોતાના ડ્રાઈવર ગણેશ સાથે જતી. પહેલા પ્રિયા ગ્રાહકો સાથે સોદો કરીને 10થી 50 હજાર લઈ લેતી, અને પછી ડ્રાઈવર લઈને ફરાર થઈ જતી. પ્રિયા શેઠ અને દુષ્યંત ટિન્ડર એપ પર પર એક્ટિવ હતા. બંને ચેટિંગ પણ કરતા હતા. દુષ્યંત અને પ્રિયાની મિત્રતા થઈ પછી બંને સાથે ફર્યા પણ ખરા. પ્રિયા દુષ્યંતને પૈસાદાર યુવક સમજી. એપ્રિલમાં જ્યારે દીક્ષાંત મુંબઈ આવ્યો તો દુષ્યંતનું અપહરણ કરીને ખંડણી માગવાનું ષડયંત્ર કર્યું. પોલીસને આ અપહરણની માહિતી ત્રીજી મેના રોજ મળી હતી.

જાણો દુષ્યંત અપહરણ હત્યાકાંડની કહાની
ત્રીજી મેના રોજ રાજસ્થાનના જયપુરમાં એક સૂટકેસમાં ટુકડા કરેલી લાશ મળી આવી હતી. પોલીસે મૃતકની ઓળખ દુષ્યંત શર્મા તરીકે કરી. આ હત્યાકાંડની તપાસ દરમિયાન પ્રિયા અને દુષ્યંત ડેટિંગ એપ ટિન્ડર દ્વારા મળ્યા હોવાનું સામે આવ્યું. મિત્રતા બાદ મુલાકાતો થઈ, અને બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમી. પરંતુ આવનાર ખતરાથી અજાણ દુષ્યંત પ્રિયાની જાળમાં ફસાઈ ગયો. બંને વચ્ચે શારિરીક સંબંધો પણ થયા, અને પ્રિયાએ તેનો એક વીડિયો પણ બનાવી લીધો. આ વીડિયો દ્વારા જ પ્રિયા દુષ્યંતને બ્લેકમેલ કરતી અને પૈસા પડાવતી. પરંતુ પ્રિયાની માગણી વધી રહી હતી. એટલે જ બીજી મેના રોજ પ્રિયાએ દુષ્યંતને મળવા બોલાવી પોતાના સાથીઓ સાથે મળી અપહરણ કરી લીધું. અને દુષ્યંતના ઘરે ફોન કરી 10 લાખની ખંડમઈ માગી. દુષ્યંતના પરિવારજનોએ 3 લાખ રૂપિયા આપ્યા પણ ખરા. અને પ્રિયાએ બેન્ક ખાતામાંથી ATM દ્વારા 20 હજારના રકમ ઉપાડી. પરંતુ પકડાઈ જવાની બીકથઈ પ્રિયાએ દુષ્યંતની હત્યા કરી નાખી.