દાઉદ વિરુદ્ધ દ.આફ્રિકા સરકાર પાસેથી ભારતને મળી મોટી જીત

Written By:
Subscribe to Oneindia News

દાઉદ ઇબ્રાહિમના મામલે ભારત સરકારને મોટી સફળતા મળી છે, બજરંગ દળ તથા વિશ્વ હિંદુ પરિષદ નેતાઓની હત્યાના મામલે દક્ષિણ આફ્રિકાએ દાઉદ વિરુદ્ધ તપાસ કરવાની વાત કહી છે. ભારત સરકારની અપીલના લગભગ 1 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાની સરકારે આ અપીલ સ્વીકારી છે.

dawood ibrahim

દાઉદ ઇબ્રાહિમના મુખ્ય સહયોગી જાહિદમિયા શેખ પર આરોપ છે કે, તેણે વીએચપી અને બજરંગ દળના નેતાઓની હત્યા કરી છે. જાહિદ શેખ એનઆઇએની લિસ્ટમાં મોસ્ટ વોન્ટેડ છે. એનઆઇએ નેતા શીરીશ બંગાળી અને ભાજપ નેતા પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યાના મામલે ષડયંત્ર કરનારા લોકોના નામની સૂચિની માંગણી કરવામાં આવી હતી. આ બંન્ને હત્યા ગુજરાતના ભરૂચમાં નવેમ્બર, 2015માં થઇ હતી.

શેખ પર આરોપ છે કે, તેણે દાઉદ ઇબ્રાહિમના ખાસ જાવેદ ચિકનાના કહેવાથી શૂટરને આ બંન્નેની હત્યા માટે મોકલ્યા હતા. એનઆઇએનું માનવું છે કે, આ હત્યાનો મુખ્ય કાવતરાબાજ શેખ દક્ષિણ આફ્રિકામાં છે અને તેણે આ હત્યાનું કાવતરું ઘડ્યું છે. એનઆઇએના એક અધિકારીએ જણાવ્યું કે, અમે એક વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકાને અપીલ કરી હતી. દક્ષિણ આફ્રિકાએ આ અપીલ મંજૂર રાખી છે અને આ અંગે શેખની પૂછપરછ કરવામાં આવશે.

એનઆઇએ અધિકારીએ આગળ જણાવ્યું કે, અમને આશા છે કે પૂછપરછ બાદ શેખ ભારતને સોંપવામાં આવશે. ભાજપ અને વિશ્વ હિંદુ પરિષદની હત્યા બાદ આ મામલાની તપાસની જવાબદારી એનઆઇએને સોંપવામાં આવી છે. આ હત્યા પાછળ દાઉદ ઇબ્રાહિમનું નામ સામે આવ્યું હતું અને જાણકારી અનુસાર સાંપ્રદાયિક હિંસાને પ્રોત્સાહન આપવા માટે આ હત્યા કરવામાં આવી હતી. આ નેતાઓ સિવાય અન્ય પણ કેટલાક નેતાઓની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

English summary
South Africa government which has assured to probe a Dawood Ibrahim gang member accused in the murders of VHP and BJP leaders.
Please Wait while comments are loading...