રાજસ્થાનમાં લવ જેહાદના નામે એક માણસને જીવતો સળગાવ્યો

Written By:
Subscribe to Oneindia News

સોશ્યલ મીડિયામાં હાલ રાજસ્થાનના રાજસમંદનો એક કથિલ લવ જેહાદનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પશ્ચિમ બંગાળથી રાજસ્થાનમાં મજૂરી કરવા આવેલ એક મુસ્લિમ મજૂરની નિર્મમ હત્યા કરવામાં આવી છે. વળી આ હત્યોનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ પણ કરવામાં આવ્યો છે. જેણે સમગ્ર દેશમાં સનસની મચાવી દીધી છે. આ વીડિયોમાં એક યુવક 48 વર્ષીય એક મજૂરને અચાનક જ કુહાડીથી મારવા લાગે છે. મજૂર જીવન માટે ભીખ પણ માંગે છે છોડી દેવાનું પણ કહે છે પણ તેમ છતાં યુવક તેના પર અનેક પ્રહાર કરીને તેને આગના હવાલે કરી લે છે. પોલીસે હાલ તો તે વ્યક્તિની અટક કરી છે. સાથે જ રાજસ્થાનમાં ગૃહમંત્રી ગુલાબ ચંદ કટારિયાએ એક એસઆઇટી ગઠિત કરીને હત્યાની તપાસ શરૂ કરી છે.

Rajasthan

પોલીસે જે જાણકારી આપી છે તે મુજબ મૃતક વ્યક્તિનું નામ 48 વર્ષીય મોહમ્મદ અફરાજુલ છે. અને જે વ્યક્તિએ હત્યા કરી છે તેનું નામ શંભુલાલ રિગાર છે તેમ જાણવા મળ્યું છે. નોંધનીય છે કે વીડિયો વાયરલ થયાની પહેલા મજૂરની લાશ પણ આ સ્થળેથી મળી હતી. વધુમાં સંવેદનશીલ મુદ્દો હોવાના કારણે તે વિસ્તારમાં વધુ પોલીસ પણ તેનાત કરવામાં આવી છે. વધુમાં આ વીડિયો બનાવનારની પણ પોલીસ હાલ શોધખોળ કરી રહી છે. કારણ કે જે રીતે આ વીડિયો બન્યો છે તે રીતે ત્રીજો વ્યક્તિ પણ અહીં હાજર હોવાનું જાણવા મળ્યું છે.

English summary
Muslim Man Brutally Murdered In Rajsamand, Rajasthan. Home Minister Gulab Chand Kataria Orders Inquiry.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.