દેશમાં હર્ષોલ્લાસ સાથે ‘બકરી ઈદ’ ની ઉજવણી, પીએમ મોદીએ પાઠવી શુભકામના
કુરબાનીનો તહેવાર ‘બકરી ઈદ' કે ‘ઈદ-ઉલ-જુહા' આજે દેશભરમાં ધાર્મિક આસ્થા અને ખુશી સાથે મનાવવામાં આવી રહ્યો છે.
કુરબાનીનો તહેવાર 'બકરી ઈદ' કે 'ઈદ-ઉલ-જુહા' આજે દેશભરમાં ધાર્મિક આસ્થા અને ખુશી સાથે મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે લાખો મુસ્લિમ બિરાદરો નમાઝ પઢવા માટે મસ્જિદમાં એકત્ર થઈ રહ્યા છે. નમાઝ અદા કર્યા બાદ કુરબાની આપીને પ્રસાદ વહેંચવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુનિયાભરના મુસ્લિમ સમુદાયના લોકોને 'બકરી ઈદ' ની શુભકામનાઓ પાઠવી છે.
|
આસ્થા અને હર્ષોલ્લાસ સાથે મનાવાઈ રહી છે ‘બકરી ઈદ'
યુપી-એમપી-બિહાર જેવા રાજ્યોમાં આજે ઈદના પર્વ પર સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રાજધાની લખનઉ, બનારસ, કાનપુર, ઈલાહાબાદ, બરેલી, મુરાદાબાદ, ઝાંસી અને આગ્રામાં લોકોએ સવારે જ ‘બકરી ઈદ' ની નમાઝ અદા કરી અને એકબીજાને શુભકામનાઓ પાઠવી.

બકરા બજારમાં રોનક
આવો જ માહોલ બિહાર અને એમપીમાં પણ છે. ઈદના કારણે બકરા બજારમાં ઘણી રોનક છે. લોકોએ પોતાની રીતે કુરબાની માટે બકરા પસંદ કરે છે. બકરાની કિંમતમાં પણ ઘણો વધારો થયો છે. આજે રોજિંદી સામાન્ય કિંમત કરતા ઘણા મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે.

ઈદ-ઉલ-જુહા
તમને જણાવી દઈએ કે ઈદ-ઉલ-જુહા હજરત ઈબ્રાહિમ દ્વારા અલ્લાહના આદેશ પર પોતાના પુત્રની કુરબાની આપવાની યાદમાં મનાવવામાં આવે છે. આ પર્વ ઈશ્વર પ્રત્યે વિશ્વાસ અને સમર્પણનો પ્રતીક માનવામાં આવે છે.
Madhya Pradesh: People offer prayers at Idgah ground in Bhopal on #EidAlAdha pic.twitter.com/lWlTN1S4IU
— ANI (@ANI) 22 August 2018












Click it and Unblock the Notifications
