સિક્કાઓ પર વૈષ્ણો દેવીની છાપથી મૌલવીઓને વાંકુ પડ્યું

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 17 જાન્યુઆરી: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પાંચ રૂપિયા અને 10 રૂપિયાના નવા સિક્કા બહાર પાડ્યા છે, જેની પર વૈષ્ણો દેવીની છાપ છે. આરબીઆઇના આ પગલા પર મૌલવીઓએ પોતાનો કડક વિરોધ નોંધાવ્યો છે. આપને જણાવી દઇએ કે માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડની સિલ્વર જુબલીના અવસર પર માતા વૈષ્ણો દેવીની તસવીરવાળા સિક્કા બહાર પાડવામાં આવ્યા છે.

મૌલવીઓનું માનવું છે કે આનાથી લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. તેમણે જણાવ્યું કે જો ભારતીય સિક્કા પર હિન્દુ દેવીની તસવીર હોઇ શકે છે તો આની પર ઇસ્લામનું ચિહ્ન તારા સાથે અડધા ચંદ્રમાંનું ચિહ્ન પણ હોઇ શકે છે.

મોહમ્મદ અફજલ ખાન નામના એક વ્યાપારીએ ગુરુવારે આવા જ 5 રૂપિયાના 88 સિક્કાઓ 500 રૂપિયામાં ખરીદ્યા. ખાને જણાવ્યું કે મને લાગ્યું કે આ તમામ સિક્કા નકલી હતા પરંતુ પછી મારી જાણમાં આવ્યું આ તમામ સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા છે. અમે કોઇ ધર્મની વિરુધ્ધ નથી, પરંતુ આ પ્રકારના સિક્કાઓ જારી થવાના કારણે અંતર પેદા થશે.

coins
ફતેહપૂરી મસ્જીદના ઇમામ મુફ્તી મોહમ્મદ મુકર્રમ અહમદે જણાવ્યું કે 'આવા સિક્કાઓનો ઉપયોગ લોકો ના કરે. અમને દુ:ખ થયું છે. આજે આ એક સિક્કો છે કાલે બીજું કંઇ પણ હોઇ શકે છે. લોકો આને મુદ્દાની જેમ ઉપયોગ કરીને તેનાથી મુશ્કેલીમાં વધારો કરી શકે છે. દેશની ભલાઇ માટે આવા સિક્કાને બંધ કરી દેવા જોઇએ અને આરબીઆઇએ પણ આ મુદ્રાને રદ્દ કરવી જોઇએ.'

આરબીઆઇની પ્રવક્તા અલ્પના કીલાવાલાએ જણાવ્યું કે 'સિક્કાને ડિજાઇન કરવામાં આરબીઆઇનો કોઇ હાથ નથી હોતો. આ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, અમે માત્ર ડિસ્ટ્રીબ્યૂશન મોનિટર કરીએ છીએ.'

English summary
Muslims clerics object to new RBI coins with mata vaishno devi inscription.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.