For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુસલમાનોએ ડર અને લાલચમાં મોદીને વોટ આપ્યાં : કલરાજ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 23 ડિસેમ્બર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઉત્તર પ્રદેશમાં પાર્ટીના સીનિયર નેતા કલરાજ મિશ્રએ કહ્યું હતું કે ગુજરાતમાં મુસલમાનોએ પણ નરેન્દ્ર મોદીને મત આપ્યો કારણ કે તેના પાછળ તેમનો ડર અને લાલચ હતી. આ ડર એ વાતનો હતો કે તે નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ જઇને તેમની નજરે ચડવા માંગતા ન હતા અને વિકાસની લાલચ હતી.

કલરાજ મિશ્રએ કહ્યું હતું કે 'મુસલમાનોએ નરેન્દ્ર મોદીને વોટ આપ્યો છે કારણ કે તેમને લાગતું હતું સરકાર તો નરેન્દ્ર મોદીની જ બનવાની છે સત્તાની સાથે રહીને તેમનો પણ વિકાસ સંભવ છે. જો કે તેઓ નરેન્દ્ર મોદીની નજરે ચડવા માંગતા ન હતા.

નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદ માટેની દાવેદારી માટે કલરાજ મિશ્રએ કહ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો કોઇ બીજો વિકલ્પ નથી. નરેન્દ્ર મોદી નેશનલ લેવલ પર એક મોટા નેતા છે. તેમને આખા દેશ તરફથી સમર્થન મળી રહ્યું છે. સમય આવતાં તે નક્કી કરવામાં આવશે કે વડાપ્રધાન પદ માટે કોણ દાવેદાર છે.

હિમાચલ પ્રદેશમાં ભાજપને મળેલી હાર અંગે કલરાજ મિશ્રએ સ્પષ્ટપણે સ્વિકાર્યું હતું કે ત્યાં ઉમેદવારોની પસંદગી યોગ્ય રીતે કરવામાં આવી ન હતી. જેથી પાર્ટીએ ત્યાં હારનો સામનો કરવો પડ્યો હતો.

કલરાજ મિશ્રએ કહ્યું હતું કે 'હિમાચલમાં હાર માટેના કેટલાક કારણો છે. અમે પ્રચાર દરમિયાન અનુભવ્યું છે કે લોકોના મનમાં મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલની છબિ સાફ છે પરંતુ ઉમેદવારોની પસંદગી યોગ્ય રીતે કરી નથી. આ ઉમેદવારોની પસંદગી યોગ્ય રીતે કરવામાં આવતી તો પરિસ્થિતી કંઇક જુદી હોત.

narendra-modi

કલરાજ મિશ્રએ કહ્યું હતું કે ઉમેદવારોની પસંદગી ઉપરાંત કેટલાક લોકોએ પાર્ટી સાથે બગાવત કરી ચુંટણી લડી. જે પાંચ સ્વતંત્ર ઉમેદવારો વિજયી થયા છે તેમાંથી ત્રણ લોકોએ અમારા જ છે. જો તેમને સાથે લઇને ચાલતાં પરિસ્થિતી કંઇક જુદી હોત. ઉત્તરપ્રદેશમાં ભાજપની હારના કારણે કલરાજ મિશ્ર ચિંતિત જોવા મળતા હતા.

તેમને કહ્યું હતું કે પાર્ટી પ્રદેશમાં ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે. વિધાનસભા ચુંટણી દરમિયાન પાર્ટીની રણનિતીની ભૂલના કારણે ભાજપની આવી સ્થિતી થઇ છે. જો ખોટા માણસોને પાર્ટીમાં સમાવેશ કરવામાં ન આવતો તો સ્થિતી મજબૂત હોત. કલરાજ મિશ્રએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ભાજપની સ્થિતી ક્યારેય સારી ન હતી. રામ મંદિર આંદોલન સમયે હિન્દુ સમાજ એકજૂટ થયો હતો તે સમયે પણ ભાજપને લગભગ 225 સીટો મળી શકી છે. આ વખતે મુલાયમ સિંહ યાદવ પાર્ટીને 227 સીટો અપાવવામાં સફળ રહ્યાં છે જેની તેમને કલ્પના પણ કરી ન હતી.

કલરાજ મિશ્રનું માનીએ તો આગામી લોકોસભાની ચુંટણી દરમિયાન ગત ભૂલોમાંથી શીખામણ લેવી જોઇએ. તેમને કહ્યું હતું હું ફરીવાર કહું છું કે વિધાનસભાની ચુંટણી પહેલાં જનતાનો મુલાયમ અને માયાવતીથી મોહભંગ થઇ ગયો છે. ભ્રષ્ટ લોકોને પાર્ટીમાં સમાવેશ કરતાં લોકોની નજરમાં ખોટી છાપ ઉભી થઇ. તેમને લાગ્યું હતું કે તે પણ ભ્રષ્ટ લોકોની સાથે છે. લોકસભાની ચુંટણીમાં આ ભ્રષ્ટ લોકોને પાર્ટીમાં કાઢી મુકશે અને નવા જોશ અને ઉત્સાહ સાથે લોકસભાની ચુંટણીમાં ઉતરશે.

English summary
Kalraj Mishra says Muslims don't want to anger Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X