મુઝફ્ફર નગર રમખાણ: આઝમ ખાનને અલ્હાબાદ હાઇકોર્ટની નોટિસ

આની સાથે જ હાઇકોર્ટે આ આરોપિયોની મૂક્તિ માટે કથિત રીતે દબાણ બનાવવાના મામલે ઉત્તર પ્રદેશના મંત્રી આઝમ ખાનને નોટિસ જારી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષ રમખાણો માટે આઝમ ખાનને જવાબદાર ગણાવી રહી છે.
ન્યાયમૂર્તિ સુધીર અગ્રવાલે ફુગાનાના પોલીસસ્ટેશન પ્રભારી ઓમ વીર સિંહ સિરોહીના સસ્પેન્સન પર રોક લગાવી દીધી અને ખાનને જણાવ્યું કે તે નોટિસ મળવાના દસ દિવસની અંદર તે પોતાનું સોગંધનામુ દાખલ કરે. રાજ્ય સરકારને બે અઠવાડિયાની અંદર જવાબ આપવા જણાવવામાં આવ્યું છે.
અરજીકર્તાએ જણાવ્યું હતું કે બે યુવકોની હત્યાના મામલામાં 28 ઑગસ્ટના સાત આરોપીયોની ધરપકડ કરીને ફુગાના પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. 'પરંતુ આઝમ ખાનના દબાણના કારણે તેમને તાત્કાલિક છોડી મૂકાયા.'












Click it and Unblock the Notifications
