For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુરખામાં આવેલી મહિલાઓના ચહેરા નથી જોવામાં આવી રહ્યા

લોકસભા ચૂંટણી 2019 ના પહેલા તબક્કામાં દેશના 20 રાજ્યોમાં 91 લોકસભા સીટો પર મતદાન ચાલુ છે. આ 91 લોકસભા સીટોમાં ઉત્તરપ્રદેશ ની 8 સીટો પણ શામિલ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 ના પહેલા તબક્કામાં દેશના 20 રાજ્યોમાં 91 લોકસભા સીટો પર મતદાન ચાલુ છે. આ 91 લોકસભા સીટોમાં ઉત્તરપ્રદેશ ની 8 સીટો પણ શામિલ છે. પશ્ચિમ યુપીની 8 સીટો પર આજે મતદાન થઇ રહ્યું છે. મુઝફ્ફરનગર પણ પહેલા તબક્કાની હાઈપ્રોફાઈલ સીટમાં આવે છે. આ સીટ પર સંજીવ બાલિયાન અને અજિત સિંહ વચ્ચે મુખ્ય ટક્કર માનવામાં આવી રહી છે. બીજી બાજુ, ભાજપના ઉમેદવાર સંજીવ બાલિયાન ઘ્વારા સુજડો ગામમાં નકલી વોટરો હોવાનો આરોપ લગાવ્યો છે.

lok sabha elections 2019

સંજીવ બાલિયાન ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો કોઈ મહિલા બુરખામાં આવી રહી છે, તો તે ઘણીવાર વોટ આપીને જઈ શકે છે, બુરખામાં તેમનો ચહેરો નહીં જોય શકાય. તેમને કહ્યું કે વોટરોની જાંચ કરવામાં આવે કારણકે તેમને શંકા છે કે કેટલાક નકલી વોટરો વોટ આપી રહ્યા છે. સંજીવ બાલિયાન ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો નિયુક્ત કરવા આવેલા અધિકારીઓ તેના પર ધ્યાન નહિ આપે, તો તેઓ ફરી મતદાન કરવાની માંગ કરશે. 2014 દરમિયાન સંજીવ બાલિયાને કાદિર રાણાને હરાવીને જીત મેળવી હતી.

વર્ષ 2019 દરમિયાન આ લોકસભા ચૂંટણીમાં મુઝફ્ફરનગર સીટ પર બે દિગ્જ્જો વચ્ચે ટક્કર છે. આ વખતે સંજીવ બાલિયાન સામે અજિત સિંહ ઉભા છે. રાલોદની આ ચૂંટણીમાં સપા અને બસપાનું ગઠબંધન છે, જયારે કોંગ્રેસે અહીંથી કોઈ ઉમેદવાર નથી ઉતાર્યો. એવી સ્થિતિમાં ટક્કર અજિત સિંહ અને સંજીવ બાલિયાન વચ્ચે છે.

આ પણ વાંચો: Video: જનસેના ઉમેદવારે ગુસ્સામાં આવીને ઈવીએમ પછાડ્યું, ધરપકડ

પશ્ચિમ યુપીની જે 8 સીટો પર મતદાન થઇ રહ્યું છે, તેમાં ઘણા પોલિંગ બૂથ પર ઈવીએમ ખરાબીની ફરિયાદ આવી છે. આ દરમિયાન મતદાતાઓને પરેશાનીઓ વેઠવી પડી છે. મેરઠમાં પણ ઈવીએમ ખરાબ થવાની ખબર આવી છે. તેને કારણે કેટલાક વિસ્તારોમાં ગ્રામીણો અને ઓફિસરો વચ્ચે લડાઈ પણ થઇ છે.

English summary
Muzaffarnagar: Sanjiv Balyan alleges fake voting is being done at few polling booths
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X