Video: જનસેના ઉમેદવારે ગુસ્સામાં આવીને ઈવીએમ પછાડ્યું, ધરપકડ
આંધ્રપ્રદેશમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થઇ રહ્યું છે. અનંતપુર જિલ્લાના ગુટકાલ વિધાનસભા ક્ષેત્રમાં પોલિંગ બૂથ પર તે સમયે હંગામો થઇ ગયો
આંધ્રપ્રદેશમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થઇ રહ્યું છે. અનંતપુર જિલ્લાના ગુટકાલ વિધાનસભા ક્ષેત્રમાં પોલિંગ બૂથ પર તે સમયે હંગામો થઇ ગયો, જયારે જનસેનાના ઉમેદવાર મધુસદન ગુપ્તાએ ઈવીએમ મશીન ઉઠાવીને જમીન પર પછાડી દીધી. મધુસદન ગુપ્તાની આ હરકત પછી પોલીસે તેમની અટક કરી લીધી છે. આપને જણાવી દઈએ કે જનસેના ફિલ્મ અભિનેતા પવન કલ્યાણની પાર્ટી છે.

મળતી ખબર અનુસાર જનસેના ઉમેદવાર મધુસદન ગુપ્તા મતદાન કેન્દ્ર પર પોતાનો વોટ નાખવા માટે પહોંચ્યા હતા. પરંતુ તેઓ આ વાતથી ઘણા નારાજ થયા કે વિધાનસભા અને લોકસભા ક્ષેત્રના નામ બરાબર ડિસ્પ્લે કરવામાં આવ્યા ના હતા. તેને કારણે તેઓ મતદાનકર્મીઓ પર ગુસ્સે થયા. ઘણા સમય સુધી તેમને મતદાનકર્મીઓ પર ગુસ્સો કાઢ્યા પછી ઈવીએમ ઉઠાવીને પછાડી દીધું.
#WATCH Jana Sena MLA candidate Madhusudhan Gupta smashes an Electronic Voting Machine (EVM) at a polling booth in Gooty, in Anantapur district. He has been arrested by police. #AndhraPradesh pic.twitter.com/VoAFNdA6Jo
— ANI (@ANI) April 11, 2019
ખરેખર ઈવીએમ ખરાબ થવાને કારણે મતદાનમાં અડચણ આવવાના ઘણા મામલા સામે આવતા રહ્યા છે. જનસેના પાર્ટીના ઉમેદવારે ઈવીએમ મશીન પછાડ્યા પછી પોલીસે તેની અટક કરી લીધી. આ દરમિયાન પોલિંગ બૂથ પર મતદાન પ્રભાવિત થયું. પોલિંગ બૂથ બહાર મતદાતાઓ બહાર લાઈનમાં ઉભેલા જોવા મળ્યા.
આ પણ વાંચો: વોટર્સને લોભાવવા જ્યારે મંત્રીજીએ કર્યો 'નાગિન ડાન્સ', વીડિયો વાયરલ
સ્થાનીય ખબરો અનુસાર જનસેના ઉમેદવારે પોલીસ સાથે ગેરવર્તણૂક કરી અને તેઓ બૂથ પર હંગામો કરતા રહ્યા. લોકસભા ચૂંટણી હેઠળ આજે 20 રાજ્યોની 91 સીટો પર મતદાન થઇ રહ્યું છે. તેની સાથે સાથે આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભા ચૂંટણી માટે પણ વોટિંગ ચાલી રહ્યું છે. ગુરુવારે સવારે 7 વાગ્યે ભારે સુરક્ષા વચ્ચે મતદાન ચાલુ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
