For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુઝફ્ફરનગર હિંસા : ભાજપના MLA સંગીત સોમની ધરપકડ

|
Google Oneindia Gujarati News

મુઝફ્ફરનગર, 21 સપ્ટેમ્બર : ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના રમખાણોના કેસમાં આરોપી ભાજપના વધુ એક નેતા સંગીત સોમે આજે મેરઠમાં પોલીસ સમક્ષ સરન્ડર કર્યું છે. સંગીત સોમે આત્મસમર્પણ કર્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી છે. સંગીત સોમ પર આરોપ છે કે તેમણે એક નકલી વિડીયો સર્ક્યૂલેટ કર્યો હતો જેણે લોકોની કોમી લાગણીને ભડકાવી હતી જે અંતે ભયાનક રમખાણોમાં ફેરવાઈ ગઈ હતી. સોમે સ્પષ્ટતા કરી હતી કે આ ખોટી છે અને હું શાંતિપ્રિય વ્યક્તિ છું.

મેરઠના સલાવા ગામમાં સંગીત સોમે સરન્ડર કર્યું હતું, અહીં મોટી સંખ્યામાં ભાજપ સમર્થકો એકઠા થયા હતા. શુક્રવારે ધરપકડ કરાયેલા સુરેશ રાણાને આજે કોર્ટમાં રજૂ કરાશે. જ્યારે 24 કલાકમાં સંગીત સોમને પણ કોર્ટ સમક્ષ રજૂ કરાશે.

muzaffarnagar-riots

અગાઉ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ આજે મુઝફ્ફરનગરના રમખાણગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના હતા. જોકે મુઝફ્ફરનગરના પોલીસ કમિશ્નરે તેમને ફેક્સ મોકલી મુઝફ્ફર આવવાની મનાઈ ફરમાવી છે. જેને પગલે રાજનાથ સિંહના આ મુલાકાત રદ થઈ છે. અહીં તેઓ રમખાણમાં માર્યા ગયેલા યુવાનોના પરિવારજનો સાથે પણ તેઓ મુલાકાત કરવાના હતા.

50 વ્યક્તિઓનો ભોગ લેનાર અને 40,000થી વધારે લોકોને બેઘર કરી રાહત છાવણીના આશ્રિત બનાવી દેનાર મુઝફ્ફરનગર જિલ્લામાં લોકોને કોમી રમખાણો કરવા ઉશ્કેરવા બદલ ઉત્તર પ્રદેશ પોલીસે શુક્રવારે ભાજપના વિધાનસભ્ય સુરેશ રાણાની ધરપકડ કરી હતી. રાણા સામે ધરપકડનું વોરંટ બહાર પાડ્યાના 72 કલાક બાદ લખનૌના ગોમતીનગર વિસ્તારમાંથી તેમની ધરપકડ કરવામાં આવી.

ઉત્તર પ્રદેશના પોલીસ ઈન્સ્પેક્ટર જનરલ (કાયદો અને વ્યવસ્થા) રાજકુમાર વિશ્વકર્માએ કહ્યું કે રાણા એક કારમાં લખનઉમાં ભાજપની ઓફિસમાંથી ગોમતીનગર વિસ્તાર તરફ જતા હતા ત્યારે એમની ધરપકડ કરવામાં આવી છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાણાની ધરપકડના પગલાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આ તો બંધારણની વિરુદ્ધનું પગલું છે. ચોક્કસપણે ભેદભાવ કરાયો છે. તમે જે ઘડીએ એફઆઈઆર નોંધો એ જ ઘડીએ તમારે પગલું ભરવું જોઈએ. આ તો કાયરતાભર્યું પગલું છે. મુસ્લિમોને ખુશ કરવાનું પગલું છે.

English summary
Muzaffarnagar violence: BJP MLA Sangert Som arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X