For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારી દાદીએ પણ માન્યું હતું, ઈમરજન્સી એક ભૂલ હતીઃ રાહુલ ગાંધી

મારી દાદીએ પણ માન્યું હતું, ઈમરજન્સી એક ભૂલ હતીઃ રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લગાવવામાં આવેલ ઈમરજન્સી એક ભૂલ હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે એ વખતે જે કંઈપણ થયું તે ખોટું હતું. જો કે વર્તમાન પરિપ્રેક્ષ્યથી બિલકુલ અલગ હતું, કેમ કે કોંગ્રેસે ક્યારેય દેશના સંસ્થાગત માળખા પર કબ્જો કરવાનો પ્રયત્ન નથી કર્યો અને આજે જે કંઈપણ થઈ રહ્યું છે, તે તેનાથી પણ ખરાબ છે. અમેરિકાના કૉર્નેલ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર અને ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કૌશિક બસુ સાથે ઑનલાઈન ચર્ચામાં રાહુલ ગાંધીએ આ વાત કહી.

Rahul Gandhi

રાહુલ ગાંધીએ કહ્યું કે તે કોંગ્રેસમાં આંતરિક લોકતંત્રના પક્ષઘર છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે ભારતની સ્વતંત્રતા માટે લડાઈ લડી, દેશને તેનું સંવિધાન આપ્યું અને સમાનતા માટે ઉભી થઈ છે. ઈમરજન્સી પર પૂછેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું, "મને લાગે છે કે તે એક ભૂલ હતી. બિલકુલ એક ભૂલ હતી. મારી દાદીએ પણ આવું જ કહ્યું હતું."

ઈમરજન્સીના અંતમાં ઈન્દિરા ગાંધીએ ચૂંટણીની ઘોષણા કરી હતી. આ વિશે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ બસુને કહ્યું હતું કે આવું એટલા માટે કર્યું કેમ કે તેમને હારનો ડર હતો. આ સંબંધમાં પૂછેલા સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે ઈમરજન્સીમાં જે કંઈપણ થયું તે ખોટું હતું અને તેમાં તથા આજની પરિસ્થિતિમાં મૂળભૂત તફાવત છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે ઈમરજન્સી દરમ્યાન જ્યારે સંવૈધાનિક અધિકાર અને નાગરિક સ્વતંત્રતા પર અંકુશ લગાવી દેવામાં આવ્યો હતો અને મીડિયા પર પણ આકરા પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા અને ઘણા બધઘા વિપક્ષી નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા હતા, તે માળખાગત રીતે આજની પરિસ્થિતિઓથી અલગ હતું. પરંતુ કોંગ્રેસે ક્યારેય ભારતના સંસ્થાગત માળખા પર નિયંત્રણનો પ્રયત્ન નથી કર્યો અને સ્પષ્ટ રીતે કહીએ તો કોંગ્રેસ પાસે એવી ક્ષમતા જ નથી. કોંગ્રેસની આ શૈલી જ નથી કે તે તેમને આવું કરવાની મંજૂરી આપે.

રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કંઈક એવું કરી રહ્યું છે, જે પોતાના મૌલિક રૂપે અલગ છે. તેમણે કહ્યું કે, RSS દેશના સંસ્થાનોમાં પોતાના લોકોની ભરતી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, "જો આપણે ચૂંટણીમાં ભાજપને હરાવી પણ દઈએ, ત્યારે પણ આપણે સંસ્થાગત માળખામાં તેમના લોકોથી છૂટકારો નહિ મેળવી શકીએ." રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સાથે થયેલ વાતચીતને યાદ કરતા કહ્યું કે, કમલનાથે તેમને જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશ સરકારના વરિષ્ઠ અધિકારી તેમની વાત નહોતા સાંભળતા કેમ કે તેઓ આરએસએસના લોકો હતા અને તેમને જેવું કહેવાતું હતું તેઓ એવું નહોતા કરતા. તેમણે કહ્યું, 'માટે આ જે કંઈપણ થઈ રહ્યું છે, બિલકુલ અલગ થઈ રહ્યું છે.'

Delhi MCD By Poll Results 2021: આજે 5 સીટના પરિણામ આવશે, આકરી સુરક્ષા વચ્ચે મતગણતરી ચાલુDelhi MCD By Poll Results 2021: આજે 5 સીટના પરિણામ આવશે, આકરી સુરક્ષા વચ્ચે મતગણતરી ચાલુ

English summary
My grandmother also believed that the emergency was a mistake: Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X