‘Khan’ હોવાથી કોઇ આતંકવાદી નથી બની જતું: સુપ્રિમ કોર્ટ

ગુજરાતમાં આતંકવાદના આરોપમાં પકડાયેલા 11 લોકોને મૂક્ત કરતી વખતે કોર્ટે આ વાત કહી હતી. આ તમામ લોકો છેલ્લા 11 વર્ષથી જેલમાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મૂક્ત કરવામાં આવેલા તમામ મુસ્લિમો 2002માં ટાડાની વિશેષ કોર્ટે 1994માં અમદાવાદની રથયાત્રા દરમિયાન કોમી હિંસા ફેલાવવાના આરોપમાં જેલની સજા ફટકારી હતી.
સુપ્રિમ કોર્ટે રાજ્ય પોલીસને આદેશ કર્યો હતો કે પોલીસ કોઇપણની ધર્મને આધારે ધરપકડ કરી શકશે નહીં. કોર્ટે જણાવ્યું કે ભારત એક એવો દેશ છે જ્યાં બધા જ ધર્મના લોકોનું ઉંચુ સ્થાન છે, પોલીસે કોમી દહેશત ના ફેલાય તેની તકેદારી રાખવી જોઇએ. દેશમાં કોઇપણ મુસલમાનને એવું ના લાગવું જોઇએ કે ‘માય નેમ ઇઝ ખાન બટ આઇ એમ નોટ ટેરરિસ્ટ'.












Click it and Unblock the Notifications
