For Quick Alerts
For Daily Alerts

નાગાલેન્ડના ગૃહમંત્રીની કારમાંથી બારૂદ અને હથિયાર મળી આવ્યા
કોહિમા, 18 ફેબ્રુઆરીઃ નાગાલેન્ડના ગૃહમંત્રી ઇમકોંગ એલ ઇમચેનને આજે વોખા જિલ્લા નજીક પોતાના વાહનમાં કથિત રીતે હથિયાર, ગોળા બારૂદ અને 1.10 કરોડ રૂપિયા લઇ જવા બદલ અટકાયતમાં લઇ જવામાં આવ્યા છે.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ઇમેચન કોહિમાથી મોકોકચુંગ જિલ્લાએ પોતાના વિધાનસભા ક્ષેત્ર કોરિદંગા જઇ રહ્યા હતા, જ્યારે વોખા જિલ્લા નજીક વાહનોની તપાસ કરી રહેલા અસમ રાઇફલ્સના જવાનોએ તેમના વાહનમાં હથિયાર, ગોલા બારૂદ, દારૂ અને રોકડ રકમ મળી આવી હતી.
અસમ રાઇફલ્સના જવાનોએ તેમને જિલ્લા પ્રશાસન અને પોલીસના હવાલે કરી દીધા, ઇમચેન નાગાલેન્ડ પીપુલ્સ ફ્રન્ટના કોરિદંગાથી ઉમેદવાર છે અને મોકોકચુંગ જિલ્લામાં તે પાર્ટીની ચૂંટણી પ્રચાર પ્રભારી પણ છે.
એનપીએફએ મોકોકચુંગ જિલ્લામાં 10 ઉમેદવાર ઉભા કર્યા છે. 16 ફેબ્રુઆરીએ ચૂંટણી આયોગની દેખરેખ ટીમે નાગાલેન્ડમાં એનપીએફના એક ઉમેદવાર દ્વારા કથિત રીતે તેનો ઉપયોગ કરવા જઇ રહેલા હેલિકોપ્ટરથી એક કરોડ રોકડ રકમ મળી આવી હતી.
Comments
nagaland home minister imkong l imchen detain allegedly arms નાગાલેન્ડ ગૃહમંત્રી ઇમકોંગ એલ ઇમચેન અટકાયત ગરેકાયદે લઇ જવું હથિયાર
English summary
Nagaland Home Minister Imkong L Imchen was on Monday detained near Wokha district for allegedly carrying a cache of arms and ammunition and Rs 1.10 crore in cash in a vehicle, official sources said.
Story first published: Monday, February 18, 2013, 18:04 [IST]