For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં વધુ એક બબાલના એંધાણ, ઉદ્ધવ જુથના 4 ધારાસભ્યો સંપર્કમાં હોવાનો નારાયણ રાણેનો દાવો!

ઉદ્ધવ ઠાકરે પાસેથી મુખ્યમંત્રીની ખુરશી છીનવી લીધા બાદ પણ હવે ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી છે. હવે ફરીથી મહારાષ્ટ્રમાં ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ : ઉદ્ધવ ઠાકરે પાસેથી મુખ્યમંત્રીની ખુરશી છીનવી લીધા બાદ પણ હવે ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી છે. હવે ફરીથી મહારાષ્ટ્રમાં ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે.

Narayan Rane

કેન્દ્રીયમંત્રી નારાયણ રાણેએ દાવો કર્યો હતો કે, ઉદ્ધવ ઠાકરે જૂથના ચાર શિવસેના ધારાસભ્યો શિંદે જૂથ સાથે જવા માટે તૈયાર છે અને તેમના સંપર્કમાં છે. જો કે તેમને શિવસેનાના ચાર ધારાસભ્યોના નામ જાહેર કર્યા નથી.

કેન્દ્ર સરકારના રોજગાર મેળા દરમિયાન મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ દાવો કર્યો હતો કે, ઉદ્ધવ ઠાકરે જૂથ હવે ક્યાં છે? શિવસેના હવે ખતમ થઈ ગઈ છે ને? 56 ધારાસભ્યોમાંથી હવે માત્ર 6-7 લોકો તેમની સાથે ઉભા છે. આમાંથી કેટલાક લોકો ઉદ્ધવ ઠાકરેને ગમે ત્યારે છોડી શકે છે. મારા સંપર્કમાં 4 ધારાસભ્યો છે. પરંતુ હું તેમનું નામ જાહેર નહીં કરું.

તેમણે આગળ કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેની રાજનીતિ માતોશ્રી સુધી સીમિત છે. તેમના મતે શિવસેનામાં કોઈ જૂથ બાકી નથી. હવે તેમના હાથમાં કંઈ નથી, તેથી ઘરે બેસીને ષડયંત્ર રચવાનું તેમની પાસે એકમાત્ર કામ છે.

અહીં તમને જણાવી દઈએ કે, 2 ઓક્ટોબરે મુંબઈના વરલીમાંમોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરો શિંદે જૂથમાં જોડાયા હતા. જૂનમાં યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણી પછી તરત જ શિવસેનાને મોટા ભંગાણનો સામનો કરવો પડ્યો હતો અને ઉદ્ધવ ઠાકરેએ ખુરશી ગુમાવવી પડી હતી.

English summary
Narayan Rane's claim that 4 MLAs of Uddhav Thackeray Group are in touch!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X